Weight Gain/ શિયાળાની સિઝનમાં દુબળા લોકોએ વજન વધારવા કરવો આ પ્રયોગ

જે લોકો વજન વધારવા માંગે છે તેમણે શિયાળામાં ખાસ મિલ્કશેકનો ઉપયોગ કરવો. પરંતુ એ જરૂર ધ્યાન રાખો કે જ્યારે તમે સ્મૂધી અને મિલ્ક શેક બનાવો ત્યારે ખાંડ નાખવાનું ટાળો કેમકે ખાંડના કારણે શરીરમાં બેડ ફેટ વધે છે.

Health & Fitness Lifestyle
મનીષ સોલંકી 12 શિયાળાની સિઝનમાં દુબળા લોકોએ વજન વધારવા કરવો આ પ્રયોગ

શિયાળાની મંદ મંદ શરૂઆત થઈ ગઈ છે. ખાવાના શોખીનોને શિયાળાની ઋતુ વધુ પસંદ હોય છે. શિયાળામાં શાકભાજી અને ફળો વિપુલતાની અને વિવિધતા જોવા મળે છે. આથી જ દુબળા લોકો માટે વજન વધારવું આ ઋતુમાં વધુ અસરકારક બને છે. વજન વધારવા શરીરને વધુ પોષક તત્વોની જરૂર હોય છે. અને આ ઋતુમાં તમામ પ્રકારના શાકભાજી અને સ્વાદિષ્ટ ફળો ઉપલબ્ધ હોવાથી ખોરાકનો આનંદ માણવાલાયક બને છે. પાતળા અને નબળાએ લોકો વજન અને રોગપ્રતિકારક શક્તિ વધારવા આ પ્રયોગ જરૂર કરવો.

અંજીર : વજન વધારવાનો ઉચ્ચતમ સ્ત્રોત અંજીર છે. આ ફળમાં શરીરને જરૂરી એવા મોટાભાગના પોષકતત્વો હાજર છે. જેમકે, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, સેલ્યુલોઝ, મિનરલ્સ અને એસિડ ઉપરાંત આયર્ન, વિટામિન A, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, સલ્ફર, ફોસ્ફોરિક એસિડ અને ગુંદર પ્રચુરમાત્રામાં ઉપલબ્ધ છે.

અંજીરને તમે દૂધ સાથે પણ લઈ શકો છો. સૌ પ્રથમ અંજીર બાફી લો અને ત્યારબાદ તેનું દૂધ સાથે મિશ્રણ કરી સેવન કરશો તો વધુ સ્વાદિષ્ટ લાગશે. ખાસ કરીને આ પ્રયોગ સવારે ખાલી પેટ કરવાથી વધુ અસરકારક સાબિત થાય છે. તે તમારું પાચન પણ સુધારવા સાથે સ્વસ્થ રાખે છે. અંજીર એન્ટીઓક્સીડેન્ટ કોષોને નુકસાનકારક તત્વોથી બચાવે છે.દૂધ સાથે અંજીરનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવતા શરીરમાં રહેલ નબળાઈને દૂર કરે છે.

શિયાળાની સિઝનમાં દુબળા લોકોએ વજન વધારવા કરવો આ પ્રયોગ

પ્રોટીન સ્મૂધી : વજન વધારવા પ્રોટીન શેક વધુ લાભકારક છે. પ્રોટીન સ્મૂધી ઘરે બનાવી શકાય છે. આ બનાવવા તમે સૌ પ્રથમ સામાન્ય દૂધ લો. પછી તેમાં 1 કેળુ, 1 ચમચી ચોકલેટ વે પ્રોટીન અને 1 ચમચી નટ બટર અને થોડી ખાંડ અને મિલ્ક લઈને ગ્રાઇન્ડ કરો. આ પ્રોટીન શેકમાં સૌથી વધુ ક400 થી 600 જેટલી કેલેરી મળે છે. સાથે પ્રોટીન, વિટામિન અને મિનરલ પણ મળે છે. આ પ્રોટીન શેકથી વજન વધે છે જે લોકો મસ્લસ બિડ કરવા માંગે છે તેમના માટે આ પ્રયોગ વધુ લાભકારક સાબિત થશે.

જે લોકો વજન વધારવા માંગે છે તેમણે શિયાળામાં ખાસ આ બે મિલ્કશેકનો ઉપયોગ કરવો. પરંતુ એ જરૂર ધ્યાન રાખો કે જ્યારે તમે સ્મૂધી અને મિલ્ક શેક બનાવો ત્યારે ખાંડ નાખવાનું ટાળો કેમકે ખાંડના કારણે શરીરમાં બેડ ફેટ વધે છે. આ બંને શેક ઉપરાંત તમે વજન વધારવા રાતે ભોજનમાં ભાતને સામેલ કરી શકો છો.  તેમજ બદામ અને પીસ્તા જેવા સુકા મેવાનો ઉપયોગ કરી શકો છે જે શ્રેષ્ઠ પરિણામો આપશે.


whatsapp ad White Font big size 2 4 શિયાળાની સિઝનમાં દુબળા લોકોએ વજન વધારવા કરવો આ પ્રયોગ


આ પણ વાંચો : APMC/ સુરત એપીએમસીએ શાકભાજીના બગાડમાંથી આવકનો શોધ્યો નવો સ્ત્રોત

આ પણ વાંચો : સાળંગપુર શતામૃત મહોત્સવ: શ્રધ્ધાળુએ સોનાનો હિરા જડિત મુગટ અર્પણ કર્યો,  માત્ર 10 કારીગરોએ 3 મહિનામાં તૈયાર કર્યો

આ પણ વાંચો : અમદાવાદમાં હોટલના ભાડા આસમાને, વડોદરા-મહેસાણા સહિત નજીકના શહેરોમાં હોટેલો ફૂલ