ભાવ વધારો/ દેશનાં આ શહેરમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો

કોરોનાકાળમાં લોકોને આ વાયરસ ઉપરાંત મોંઘવારીની મારથી પણ ડરવાનો સમય આવી ગયો છે.

Top Stories Business
1 323 દેશનાં આ શહેરમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો

કોરોનાકાળમાં લોકોને આ વાયરસ ઉપરાંત મોંઘવારીની મારથી પણ ડરવાનો સમય આવી ગયો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ સમયાંતરે વધી રહ્યો છે. જો કે આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થિર રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

1 324 દેશનાં આ શહેરમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો

બાબાનાં બદલાયા સુર! / રામદેવે માન્યુ- સર્જરી અને ઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ

જણાવી દઈએ કે બુધવારે પેટ્રોલ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 25 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલનાં ભાવમાં ક્રમશ: 24 પૈસા, 24 પૈસા અને 23 પૈસાનો વધારો થયો છે. ડીઝલ મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં અનુક્રમે 27 પૈસા, 25 પૈસા અને 23 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. ઈન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ માટે તમારે અનુક્રમે રૂ. 95.56, રૂ. 101.76, રૂ. 95.52 અને 96.94 રૂપિયા ચૂકવવા પડશે. બીજી બાજુ, દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ડીઝલ અનુક્રમે 86.47 રૂપિયા, 93.85 રૂપિયા, 89.32 રૂપિયા અને 91.15 રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે. વળી રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ 106.64 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ પહોંચી ગયું છે.

1 325 દેશનાં આ શહેરમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો

રાજકારણ / જિતિન પ્રસાદનો ભગવો ધારણ કરવા પર કોંગ્રેસ – ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ, કપિલ સિબ્બલે કહ્યું, શું મળશે પ્રસાદ ??

આપને જણાવી દઈએ કે, દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાય છે. દેશનાં દરેક પેટ્રોલ પમ્પ પર દરરોજ સવારે 6 વાગ્યાથી આ નવા ભાવ લાગુ પડે છે. દરેક રાજ્યનું સ્થાનિક વેટ અલગ-અલગ હોવાથી, બળતણનાં ભાવો રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. તમે તમારા ફોન પરથી દરરોજ એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જાણી શકો છો. આ માટે, તમે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર એસએમએસ મોકલી શકો છો. તમારો સંદેશ કંઈક આ પ્રમાણે હશે – RSP <સ્પેસ> પેટ્રોલ પમ્પ ડીલર કોડ.

kalmukho str 6 દેશનાં આ શહેરમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો