દુષ્કર્મ/ વડોદરામાં બાળકોની હાજરીમાં જ માતા પર આચરાયું દુષ્કર્મ, ઘટનાને લઈ મચ્યો ચકચાર

વડોદરામાં બે સંતાનની માતા પર બાળકોની હાજરીમાં જ દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Gujarat Vadodara
દુષ્કર્મ

રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર વધી રહેલા અત્યાચારની ઘટનાઓ વચ્ચે સંસ્કારીનગરી તરીકે ઓળખાતા વડોદરાની શાખને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. હકીકતમાં, વડોદરામાં બે સંતાનની માતા પર બાળકોની હાજરીમાં જ દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સાથે આરોપીએ પાંચ વર્ષીય પુત્રી સાથે પણ અડપલા કર્યા હતા.

આ પણ વાંચો :પતિના ત્રાસથી વધુ એક મહિલાનો આપઘાત, આયશાનાં પતિ જેવી કરી હતી ભૂલ

આ ઘટના અંગે મળી રહેલી માહિતી મુજબ, પીડીતાનો પતિ પર અનાદેજ 25 થી વધુ એવા ચેન સ્નેચિંગના ગુનાઓ છે, જેથી તે સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ આરોપી સાથે ગાંધીનગર જીલ્લાના રાપરડા ગામનો શખ્સ રણછોડ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે.તેનો પુત્ર લાલો,ચેન સ્નેચરને પિતા સાથે જેલમાં હોવાથી પરિચયમાં હતો. ચેન સ્નેચર આરોપીની પત્નીને આથિક મદદ કરવાના બહાને છાની રોડ પર બોલાવી હતી અને ત્યારબાદ પીડિતા પણ બાળકોને લઈને આવી હતી.

જો કે આ દરમિયાન આરોપી પીડિતાને ATMમાંથી નાણા ઉપાડવા પડશે કહીને કારમાં બેસાડીને લઇ ગયો. એક કાચા રસ્તા પર કાર ઉભી રાખી તેના પર બાળકોની હાજરીમાં દુષ્કર્મ આચર્યું હતું અને આ સાથે સાથે પીડિતાની પાંચ વર્ષીય પુત્રી સાથે અડપલા પણ કર્યા હતા. આ ઘટના બાદ હવે વડોદરાના છાણી પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો :વલસાડમાં યુવતીના આપઘાત મામલે મોટો ખુલાસો, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ

આ કેસની તપાસ છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર. ડી મકવાણા કરી રહ્યા છે. સમગ્ર મામલે તેમણે જણાવ્યું કે, આરોપીને પકડવાનો બાકી છે. તેમણે ઉમેર્યું કે મહિલા તેના પતિના માતાપિતા અને તેના બાળકો સાથે રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ફરિયાદ ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં તાજેતરમાં ગાંધીનગર, સુરત અને ભરૂચમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાથી ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : પાટણમાં પ્રેમ કરવાની તાલિબાની સજા, પોલીસે કરી 17 લોકોની અટકાયત

આ પણ વાંચો :હાઇકોર્ટે ગુજરાત સરકાર અને બનાસકાંઠા પોલીસને નોટિસ ફટકારી

આ પણ વાંચો :શું તમે પણ કોરોનાની રસી નથી લીધી ?તો આ સજા માટે રહેજો તૈયાર……