Not Set/ દેશમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ ક્યા રાજ્યમાં મળે છે? તફાવત જાણી ચોંકી જશો

આજે 4 દિવસ બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થિર રાખ્યા છે.

Top Stories Business
પેટ્રોલનો ભાવ

આજે 4 દિવસ બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થિર રાખ્યા છે. આપને જણાવી દઈએ કે, બુધવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ 4 નવેમ્બરથી પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારનાં આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ પણ વેટ ઘટાડવાની જાહેરાત કરી છે.

પેટ્રોલનો ભાવ

આ પણ વાંચો – કૃષિ આંદોલન / ખેડૂત આંદોલન મુદ્દે કઇ બોલીશ તો દિલ્હીથી આવી જશે ફોન : સત્યપાલ મલિક

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આજે પણ સ્થિર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર સોમવારે એક લીટર પેટ્રોલ માટે તમારે ઉત્તર પ્રદેશનાં નોઈડામાં 95.51 રૂપિયા, રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં 116.34 રૂપિયા ખર્ચ કરવા પડશે. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે અને સૌથી મોંઘું શ્રીગંગાનગરમાં છે. જ્યાં પોર્ટ બ્લેરમાં ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર અને શ્રી ગંગાનગરમાં 100.53 રૂપિયા છે. બીજી તરફ જો પેટ્રોલની વાત કરીએ તો બન્ને શહેરો વચ્ચે 33.38 રૂપિયા પ્રતિ લીટરનો તફાવત છે. વળી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ ઉત્તર પ્રદેશ સહિત 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ વેટમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો હતો, ત્યારબાદ આ રાજ્યોમાં કિંમતોમાં 12 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો.

પેટ્રોલનો ભાવ

આ પણ વાંચો – રાજકીય / શું મોદી સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીઓનું ખાનગીકરણ કર્યું છે? :સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

ઈંધણની કિંમતો અંગે સારા સમાચાર એ છે કે વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતો થોડા દિવસો પહેલા પ્રતિ બેરલ 85 ડોલરની ત્રણ વર્ષની ઊંચી સપાટીથી ઘટીને લગભગ $82 પ્રતિ બેરલ થઈ ગઈ છે. જો પ્રાઈસલાઈન યથાવત રહેશે તો ભારતમાં ઈંધણનાં ભાવ વધુ નીચે આવી શકે છે અને વધારાને રોકી શકે છે. વાસ્તવમાં, વિદેશી વિનિમય દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતનાં આધારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ બદલાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરોમાં ફેરફાર કરે છે.