રાજકોટ/ માનવતાને શર્મશાર કરતી ઘટના, સાવકા પિતાએ 3 વર્ષની બાળકીને માર્યો ઢોર માર

રાજકોટમાં સાવકા પિતાએ ત્રણ વર્ષની માસૂમ દીકરીને ઢોર માર મારતા ગંભીર ઇજા પહોંચી છે.

Top Stories Rajkot Gujarat
ઢોર માર
  • રાજકોટ: 3 વર્ષની બાળકી સાથે હેવાનિયત
  • સાવકા પિતાએ જ કરી બાળકી સાથે હેવાનિયત
  • 3 વર્ષની બાળકીને માર્યો ઢોર માર
  • બાળકીને થઈ છે ગંભીર ઈજાઓ
  • બાળકી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

સમાજમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન આપવામાં આવ્યુ છે. પરંતુ રાજકોટમાં સાવકા પિતાએ ત્રણ વર્ષની માસૂમ દીકરીને ઢોર માર મારતા ગંભીર ઇજા પહોંચી છે. હાલ આ દીકરીની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતા ભાંડાફોડ થયો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટાના ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામે સાવકા પિતાએ દીકરીને ઢોર માર મારતા માતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગઇ હતી. ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સારવાર ચાલતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો. ત્યારબાદ દીકરીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ સાવકા પિતા ધર્મેશે તેની પત્નીને આ સમગ્ર મામલા અંગે કોઇને પણ વાત કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી હાલ માતાને મહિલા પોલીસની સુરક્ષામાં રાખવામાં આવી છે. જ્યારે સાવકા પિતાની અટકાયત કરીને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :વલસાડના પારડી ખાતે હિટ એન્ડ રન, બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત

આ પણ વાંચો :38 આરોપીઓની ફાંસીની સજા વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ જશે HC

આ પણ વાંચો :સુરતમાં ફરી એકતરફી પ્રેમ કરૂણ અંજામ, પ્રેમમાં પાગલ યુવકે મહિલાના પતિની કરી હત્યા

આ પણ વાંચો :ફાંસીની સજા પામેલા દોષિતોએ કહ્યું ‘અમારા માટે કુરાન જ બંધારણ છે,અમે આ સજા સ્વીકારતા નથી’