himmatnagar/ હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડાવાની ઘટના સામે આવી

વન વિભાગની ટીમે બે યુવાનોને ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 10 હજારનો દંડ કર્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 15T172606.614 હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડાવાની ઘટના સામે આવી

Sabarkantha News:  હિંમતનગર વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી પકડાવાની પ્રથમ ઘટના સામે આવી છે. વન વિભાગની ટીમે બે યુવાનોને ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 10 હજારનો દંડ કર્યો છે.

WhatsApp Image 2024 01 15 at 5.28.25 PM હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડાવાની ઘટના સામે આવી

સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવો એ ગુનાપાત્ર છે. તેમ છતાં યુવાનો બીજાનો પતંગ કાપવાની લ્હાયમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ વધુ કરી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠામાં વન વિભાગે માળીના છાપરીયામાંથી ધાબા પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા 2 યુવકોને ઝડપયા છે.

વન વિભાગની ટીમે દોરીના રીલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બાજુ યુવાનોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં રૂપિયા 10 હજારનો દંડ ભરવો પડ્યો છે. તેમજ બંને યુવકોની ઘટના સ્થળથી ધરપકડ કરાઈ છે.

હિંમતનગરમાં વન વિભાગ દ્વારા સખ્ત કાર્યવાહી કરી અને દંડ વસૂલાતા વેપારીઓ અને યુવાનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અવસાન/અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

આ પણ વાંચો:Uttarayana/ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું