Ahmedabad/ સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા આજે અમદાવાદ ખાતે નોટબૂક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા…..

Top Stories Ahmedabad Gujarat
Image 2024 06 13T132719.048 સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા

Ahmedabad: રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા આજે અમદાવાદ ખાતે નોટબૂક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. શિક્ષણને વધુ વેગવંતુ બનાવવા વિરાટનગર ખાતે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આયોજીત “નિ:શુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ”માં વિકસિત ભારતના નિર્માણકર્તા એવા બાળકોને ચોપડાઓનું વિતરણ કર્યું હતું.

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાએ નોટબુક વિતરણ કાર્યક્રમમાં શિક્ષણને લઈ નિવેદન આપ્યું હતું. ખાનગી શાળામાં પ્રવેશ અંગે મંત્રીએ જણાવ્યું કે, બાળકો સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યાં છે. 4 હજાર મનપાની શાળામાં બાળકોએ પ્રવેશ લીધો છે. તેમણે સ્કૂલવાન અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે પ્રત્યુત્તર આપતા કહ્યું કે, સરકાર અને અધિકારીઓ લીગલી કામ કરી જ રહ્યા છે, સ્કૂલ વાન પ્રાઇવેટ હોવા છતાં રાજ્ય સરકાર ધ્યાન રાખી રહી છે. ફાયર સેફ્ટી અને સ્કૂલ શેડ અંગે મનપા તંત્ર કામગીરી કરી રહ્યું છે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ પ્રવેશ મેળવે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિના કારણે બાળકો આગળના વર્ષે જે ઇચ્છે એમ મુજબ અભ્યાસ કરી શકે એ જરૂરી છે. અત્યાર સુધી B ગ્રુપમાં માત્ર સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકતા હતા. સરકારના નિર્ણયથી ૧૧ સાયન્સમાં ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થી પ્રવેશ માટે સમર્થ બનશે. સમગ્ર રાજ્યમાં ૨ લાખ બાળકો પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળાઓમાં જોડાયા છે. સરકારની સારી નીતિના કારણે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે તેમ શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ