ભાવ વધારો/ સામાન્ય લોકોનાં ખિસ્સા પર વધ્યું ભારણ, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી વધારો

મોંઘવારીનો ભાર સામાન્ય લોકો ઉપર ચાલુ છે.

Business
police attack 8 સામાન્ય લોકોનાં ખિસ્સા પર વધ્યું ભારણ, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી વધારો

મોંઘવારીનો ભાર સામાન્ય લોકો ઉપર ચાલુ છે. જણાવી દઇએ કે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ 27 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. મળતી માહિતી મુજબ, પેટ્રોલ દિલ્હીમાં 86.30 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયાનાં ભાવે, કોલકાતામાં પેટ્રોલ 87.69 રૂપિયા અને ડીઝલ 80.08 અને ચેન્નઈ ખાતે પેટ્રોલ 81.71 અને ડીઝલ 81.71 નાં ભાવે વેચાય છે.

પેટ્રોલ અને ડીઝલનો દર

નોઈડામાં પેટ્રોલ 85.67 રૂપિયા અને ડીઝલ 76.33 રૂપિયા પ્રતિ લિટર, ગુરુગ્રામમાં પેટ્રોલ 84.43 રૂપિયા અને ડીઝલ 77.08 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં પેટ્રોલ 85.40 રૂપિયા અને ડીઝલ 76.60 પ્રતિ લીટર, પેટનામાં પેટ્રોલ 88.76 રૂપિયા અને ડીઝલ 81.63 રૂપિયા પ્રતિ લીટર, રાંચી ખાતે લિટર દીઠ પેટ્રોલ 84.80 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લીટર અને બેંગલુરુમાં પેટ્રોલ .89.21 રૂપિયા અને ડીઝલ 81.10 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે ગ્રાહકોને મળી રહ્યુ છે.

પેટ્રોલ-ડીઝલ દર દરરોજ નક્કી કરવામાં આવે છે

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ દર અને ડીઝલ દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં રેટમાં સુધારો કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેલની કિંમતમાં બમણો વધારો થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો