Not Set/ ગુજરાતનાં આ બે શહેરોમાં કોરોનાનું તાંડવ

એક તરફ દુનિયામાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારતમાં તેનાથી વિપરીત થઇ રહ્યુ છે. અહી કોરોનાનાં કેસમાં ઘટાડો થતો જઇ રહ્યો છે. જો કે ગુજરાતમાં બે શહેર એવા છે જ્યા કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નવસારીથી વલસાડ જતી કારમાં લાગી આગ, 6 લોકોનો થયો આબાદ બચાવ ગુજરાતનાં બે શહેરો […]

Ahmedabad Gujarat Rajkot
asdq 128 ગુજરાતનાં આ બે શહેરોમાં કોરોનાનું તાંડવ

એક તરફ દુનિયામાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારતમાં તેનાથી વિપરીત થઇ રહ્યુ છે. અહી કોરોનાનાં કેસમાં ઘટાડો થતો જઇ રહ્યો છે. જો કે ગુજરાતમાં બે શહેર એવા છે જ્યા કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

નવસારીથી વલસાડ જતી કારમાં લાગી આગ, 6 લોકોનો થયો આબાદ બચાવ

ગુજરાતનાં બે શહેરો કે જ્યા કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, તેમા એક અમદાવાદ અને બીજુ રાજકોટ શહેર છે. અમદાવાદની વાત કરીએ તો અહી ઘમા વિસ્તારોમાં તહેવારોનાં કારણે લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં ચૂક કરી હતી. જેનુ પરિણામ છે કે અહી કોરોનાનાં કેસમાં વધારો થયો છે. વળી જો રાજકોટ શહેરની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં દર્દીઓનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે. ગઇ કાલ બપોર બાદ 71 કેસ નોંધાયા છે. અહી સતત વધી રહેલા કેસ રાજકોટવાસીઓ માટે અને તંત્ર માટે એક ચિંતાનો વિષય બન્યા છે. ગઇ કાલે સવારે અહી 25 કેસ નોંધાયા હતા અને બપોર બાદ 71 કેસ નોંધાયા છે.

રાહુલનો નીતિશ કુમાર પર શાંબ્દિક હુમલો – કુશાસન છુપાવવા દબાવ્યો યુવતીને જીવતી સળગાવવાનો કેસ

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો ગ્રાફ ગુજરાતમાં ઉપર જાય તેવી આશંકાઓ છે. દિવાળીનાં તહેવારોમાં મોટા ભાગનાં શહેરોમાં ઘણા લોકોએ કોરોનાને બાજુમાં રાખી ખરીદી અને એકબીજાને મળવા પર વધુ ધ્યાન આપ્યુ છે. જો કે દિવાળીનાં તહેવાર પહેલા જ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે આ તહેવાર બાદ કોરોનાનો ગ્રાફ વધશે.