ગુજરાત/ રાત્રિ કર્ફ્યુને લઇને એસટી તંત્રએ વધુ એક વખત સક્રિય થઇને લીધો આ નિર્ણય

રાજ્યમાં અચાનક કોરોનાનાં કેસ વધતા સરકાર સફાળી જાગી ગઈ છે. અને રાજ્યનાં મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 10 થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરી દીધું છે.

Gujarat Others
ગરમી 109 રાત્રિ કર્ફ્યુને લઇને એસટી તંત્રએ વધુ એક વખત સક્રિય થઇને લીધો આ નિર્ણય

રાજ્યમાં અચાનક કોરોનાનાં કેસ વધતા સરકાર સફાળી જાગી ગઈ છે. અને રાજ્યનાં મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 10 થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરી દીધું છે. જેને લઈને એસટી તંત્રએ વધુ એક વખત સક્રિય થઈને નિર્ણય કર્યો છે.

Glamour: માલદીવમાં ક્રિષ્ના શ્રોફે બતાવ્યો હોટ અવતાર, જલપરી બની ફેન્સને બનાવ્યા દિવાના

જ્યાં સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે એ વિસ્તારમાં આજથી જ એસટી નિગમ દ્વારા રૂટનું રિસીડ્યુલ કરી દેવામાં આવ્યું છે. અને બની શકે તેમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો અગાઉથી જેમને બુકીંગ કરાવેલ છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. તો આગામી સમયમાં રાત્રિનાં 10 બાદ શહેરમાં પ્રવેશ નહીં મળવાના કારણે રિંગ રોડથી પિક અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે.

Cricket / ત્રીજી ટી-20 મેચમાં શું રોહિત અને ઈશાન કરી શકે છે ઓપનિંગ?

અને તે અંગે આગામી સમયમાં જે પેસેન્જર બુકિંગ કરાવશે તેને મેસેજ કરી સ્થળ અંગે જાણ કરવામાં આવશે. સવારે 6 વાગ્યા પહેલા ઉપડતી બસોને રિંગ રોડથી જ પરત કરવામાં આવશે, તો એસટી વિભાગ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે બને ત્યાં સુધી રાત્રી મુસાફરીને ટાળવી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ