બનાસકાંઠા/ આત્મઘાતી હુમલાની ધમકીને પગલે અમીરગઢ બોર્ડર પર સુરક્ષામાં વધારો

અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. તો સાથે વાહનો પર CCTV થી નજર અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
varsad 2 આત્મઘાતી હુમલાની ધમકીને પગલે અમીરગઢ બોર્ડર પર સુરક્ષામાં વધારો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે. ગુપ્તચર એજન્સી દ્વારા મળેલી
આત્મઘાતી હુમલાની ધમકીને પગલે  અમીરગઢ બોર્ડ એરિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. તો સાથે વાહનો પર CCTV થી નજર અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ધમકીને પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. પોલીસને પણ  બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા છે.

DGPના આદેશ બાદ અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આતંકી હુમલાની દહેશતના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એસઆરપીની હથિયારધારી ટુકડીઓ પણ બોર્ડર પર ગોઠવી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં આજે ફરી પાકિસ્તાને સિઝ ફાયર કર્યું છે. ભારતની ક્રિકેટ ટીમને પણ ધમકી મળી હોવાના સમાચાર છે. અને ગુજરાત પર આતંકી ખતરો ટોળાતો હોવાની ગુપ્તચર માહિતીના પગલે પોલીસ તંત્ર એલર્ટ પર છે.