Not Set/ Virat કરતો રહ્યો ‘પ્રયોગ’, કાંગારુંઓએ ભારત પાસેથી લુંટી લીધી સીરીઝ

 ઑસ્ટ્રેલિયાએ ભારતના સતત પ્રયોગનો સંપૂર્ણ લાભ લીધો અને પાંચમી અને અંતિમ વનડે મેચ 35 રનથી જીતી લીધી અને 10 વર્ષ બાદ, ભારતીય ભૂમિ પર વનડે શ્રેણી પોતાને નામે કરી. ઑસ્ટ્રેલિયાએ ભારતના સતત પ્રયોગનો સંપૂર્ણ લાભ લીધો અને પાંચમી અને અંતિમ વનડે મેચ 35 રનથી જીતી લીધી અને 10 વર્ષ બાદ, ભારતીય ભૂમિ પર વનડે શ્રેણી […]

Uncategorized
virat kohli aaron finch Virat કરતો રહ્યો ‘પ્રયોગ’, કાંગારુંઓએ ભારત પાસેથી લુંટી લીધી સીરીઝ

 ઑસ્ટ્રેલિયાએ ભારતના સતત પ્રયોગનો સંપૂર્ણ લાભ લીધો અને પાંચમી અને અંતિમ વનડે મેચ 35 રનથી જીતી લીધી અને 10 વર્ષ બાદ, ભારતીય ભૂમિ પર વનડે શ્રેણી પોતાને નામે કરી.

ઑસ્ટ્રેલિયાએ ભારતના સતત પ્રયોગનો સંપૂર્ણ લાભ લીધો અને પાંચમી અને અંતિમ વનડે મેચ 35 રનથી જીતી લીધી અને 10 વર્ષ બાદ, ભારતીય ભૂમિ પર વનડે શ્રેણી પોતાને નામે કરી લીધી. ફિરોઝશાહ કોટલામાં ફક્ત બે વખત (1982 અને 1996), જ કોઈ ટીમે 250 થી વધુ રનનું લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયા ટૉસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો અને ચાર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન સાથે ઉતરેલ ઇન્ડિયા ટીમ ને 273 રનનો લક્ષ્યાંક માટે પર્વત સમાન બની ગયો.

જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવી ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે તે યજમાનોને ટક્કર આપી શકશે. ભારતીય ભૂમિ પર પગ મુક્તા  કાંગારુ ટીમે તમામ માન્યતાઓને બરતરફ કરી દીધી. સૌ પ્રથમ, તેણે ટી -20 શ્રેણી 2-0 જીતી અને ભારતનો વ્હાઈટ વોસ કર્યો, અને તે પછી, વનડે સિરીઝમાં તેમને 0-2થી પરાજય મળ્યા બાદ શ્રેણી 3-2થી ભારતને સીરીઝ હરાવી.

ઓસ્ટ્રેલિયાએ અગાઉ 4-2થી 2009 માં ભારત સામે સીરીઝ જીતી હતી. વનડેમાં આ પાંચમી તક છે, જ્યારે કોઈ ટીમે પ્રથમ બે મેચ ગુમાવ્યા પછી શ્રેણી જીતી હોય. ઑસ્ટ્રેલિયા પહેલા, દક્ષિણ આફ્રિકા (બે વખત), બાંગ્લાદેશ અને પાકિસ્તાને આ ઉપલબ્ધી હાંસિલ  કરી હતી. બીજી વખત પ્રથમ બે મેચ જીત્યા પછી ભારતે સીરીઝ ગુમાવી. અગાઉ, 2005 માં, તે પાકિસ્તાન સામે લાભ લઈ શકી નહોતી.

શિખર ધવન (12) મોહાલીનું ફોર્મ જાળવી શક્યા નહીં. દિલ્હીનો બીજો એક સ્ટાર, કોહલી આક્રમક મૂડમાં લાગી રહ્યો હતો. આવામાં, માર્કસ સ્ટોનિસની વધારાની બાઉન્સ સાથેની પ્રમાણમાં ધીમા બોલને કટ કરવાની કોશિશમાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.

વર્લ્ડકપ 2015 પછી, ભારતીય ટીમે 4 થા નંબરે ઘણા પ્રયોગ બાદ રીષભ પંત (16) ને મોટી જવાબદારી આપી હતી, પરંતુ તે નિષ્ફળ ગયો. વિકેટ-કિપર બેટ્સમેન, જે એડમ જમ્પાને છગ્ગો ફટકાર્યા બાદ, ઓફ-સ્પિનર નાથન લાયનના બોલ પર સ્લિપમાં કેચ આઉટ થયો.

ભારતે પાંચ નિષ્ણાત બોલરો સાથે રમવાનું નક્કી કર્યું હતું. જસપ્રીત બૂમરાહ (10 ઓવરમાં 39 રન, 0 વિકેટ) અને જાડેજા (10 ઓવરમાં 45 રન, 2 વિકેટ) વધુ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ભુવનેશ્ર્વરકુમાર (10 ઓવરમાં 3/48) સૌથી સફળ બોલર રહ્યો હતો, મોહમ્મદ શામી (9 ઓવરમાં 57 રન, 2 વિકેટ) એ સારી બોલિંગ કરી હતી, પરંતુ કુલદીપ યાદવ (10 ઓવરમાં 74 રન, 1 વિકેટ) નિરાશ કર્યા હતા.