World Cup 2023/ ભારત-પાક.ની મેચમાં 40 હજાર કરોડ રૂપિયા દાવ પર લાગ્યા, કંઈ ટીમનો ભાવ વધારે જાણો!

ભારતનો ભાવ 60 પૈસા અને પાકિસ્તાનનો ભાવ 1.40 રૂપિયા ચાલી રહ્યો છે

Trending Sports
ind vs pak world cup 2023 40 thousand crore on bet ભારત-પાક.ની મેચમાં 40 હજાર કરોડ રૂપિયા દાવ પર લાગ્યા, કંઈ ટીમનો ભાવ વધારે જાણો!

અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડીવારમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે મેચમાં હાઇ વૉલ્ટેજ મેચ જોવા મળશે. બીજી તરફ આ હાઇવોલ્ટેજ મેચમાં બુકીઓ પણ સક્રિય થઇ ગયા છે. સટોડિયાઓમાં આ વખતે ટીમ ઇન્ડિયા પહેલી પસંદ છે. દુનિયાભરમાં આજની મેચમાં દુનિયાભરમાં 40 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો દાવ પર લાગ્યા છે. બીજી તરફ એકલા ગુજરાતમાં રૂપિયા 5 હજાર કરોડનો દાવ મંડાયો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ કરોડો ક્રિકેટ પ્રેમીઓએ સાથે સટ્ટો રમતા સટ્ટોડિયા અને બુકીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનની મેચના સટ્ટાબજારમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરીટ છે. આ મેચમાં એકલા ગુજરાતમાં 5 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાવાની આશંકા છે.

ભારત-પાકિસ્તાનની મેચમાં સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે. ભારત પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર પણ સૌ કોઇની નજર છે.

દુનિયાભરમાં રૂ. 40 હજાર કરોડના સટ્ટાનો સટ્ટોડિયાઓનો દાવો છે. બુકીઓ દુબઈ અને શ્રીલંકાથી નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે. ભારતનો ભાવ 60 પૈસા અને પાકિસ્તાનનો ભાવ 1.40 રૂપિયા ચાલી રહ્યો છે. જો કે ટોસ કોણ જીતશે તેના પર સટ્ટાનો મદાર છે. આજે ઘણા બુકીઓ સ્ટેડિયમમાં હાજર રહેશે. સ્ટેડિયમ અને Live પ્રસારણ વચ્ચેની 7 સેકન્ડ કમાણીનું શસ્ત્ર આજે જોવા મળશે. ટેક્નોલોજીના માધ્યમથી અને એપ્લિકેશનના ઉપયોગથી સટ્ટો રમાડાતો હોય છે.

સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જેમાં હારજીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફે સૌથી વધારે 75 ટકાથી વધારે સટ્ટો છે. જ્યારે પાકિસ્તાનની જીતની શક્યતા 25 ટકા જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે મેચના ટોટલ સ્કોર, 300 થી વધારે સ્કોર અને પાવર પ્લેમાં સૌથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે.

પાકિસ્તાન સામેની મેચમાં ભારત પર જીતનુ દબાણ હોય છે તે માટે અને કરોડો રૂપિયા કમાવવા માટે બુકીઓ દ્વારા ઉપરથી જ મેચ ફીક્સ કરી દેવામાં આવી હોવાથી પણ ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.