Not Set/ IND vs SL/ પહેલી ટી-20 મેચ પર આવી શકે છે સંકટ, જાણો ગુવાહાટીની પરિસ્થિતિ

વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી બાદ લાંબા વિરામ લઇને ભારતીય ટીમ શનિવારે શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીથી મેદાનમાં પાછી ઉતરશે. ગુવાહાટીનાં બારસાપરા સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આપને જણાવી દઇએ કે, નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને લઈને આ શહેરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેના પર બીસીસીઆઈ અને આસામ ક્રિકેટ એસોસિએશન (એસીએ) પરિસ્થિતિ પર […]

Uncategorized
IND vs SL 759 IND vs SL/ પહેલી ટી-20 મેચ પર આવી શકે છે સંકટ, જાણો ગુવાહાટીની પરિસ્થિતિ

વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી બાદ લાંબા વિરામ લઇને ભારતીય ટીમ શનિવારે શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીથી મેદાનમાં પાછી ઉતરશે. ગુવાહાટીનાં બારસાપરા સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આપને જણાવી દઇએ કે, નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને લઈને આ શહેરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેના પર બીસીસીઆઈ અને આસામ ક્રિકેટ એસોસિએશન (એસીએ) પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, એસીએ પ્રમુખ રોમેન દત્તાએ કહ્યું છે કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

મીડિયા સાથે વાત કરતા દત્તાએ કહ્યું હતું કે, પોલીસ સુરક્ષાની જવાબદારી નિભાવી રહી છે અને બધુ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, “હા, અહીં પહેલાં વિરોધ હતો, પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અમે સ્ટેડિયમ અને બંને ટીમોની સુરક્ષા પોલીસને સોંપી દીધી છે અને તેઓ પરિસ્થિતિનું નિયંત્રણ રાખી રહ્યા છે જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે.”

આશ્ચર્યજનક બાબત એ છે કે દત્તા મુજબ શુક્રવારે સવારે ભારતીય ટીમ આવી રહી છે પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે ગુરુવારે રાત્રે ટીમ આવશે. દત્તાએ કહ્યું, “શ્રીલંકાની ટીમ આજે ચાર વાગ્યે આવી રહી છે અને ભારતીય ટીમ આવતીકાલે સવારે આવશે.” પરંતુ ભારતીય ટીમનાં સભ્યએ કહ્યું કે, અમે આજે રાતે ગુવાહાટી પહોંચી રહ્યા છીએ. નવા વર્ષમાં ભારતની આ પ્રથમ શ્રેણી છે, જેની સાથે તે આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની તૈયારી કરવા માંગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.