Not Set/ IND vs WI/ સીરીઝમાં એકવાર ફરી પહેલા બેટિંગ કરશે વિરાટ ટીમ, ટોસ જીતી પોલાર્ડે આપ્યું નિમંત્રણ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની સીરીઝની બીજી મેચ આજે એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા જઇ રહી છે. જ્યા વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનાં કેપ્ટન કેરેન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ વનડે આઠ વિકેટથી જીતી હતી અને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. West Indies have won the toss and elect to […]

Top Stories Sports
INDIA vs WI IND vs WI/ સીરીઝમાં એકવાર ફરી પહેલા બેટિંગ કરશે વિરાટ ટીમ, ટોસ જીતી પોલાર્ડે આપ્યું નિમંત્રણ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની સીરીઝની બીજી મેચ આજે એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા જઇ રહી છે. જ્યા વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનાં કેપ્ટન કેરેન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ વનડે આઠ વિકેટથી જીતી હતી અને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી.

વેસ્ટ ઇન્ડીઝે તેમની ટીમમાં બે ફેરફાર કર્યા છે. મહેમાન ટીમે પ્લેઇંગ ઇલેવનમાં સુનીલ એમ્બ્રિશની જગ્યાએ એવિન લુઇસન અને હેડન વોલ્શની જગ્યાએ ખારી પિયરેને તક આપી છે. આ મેચ માટે ભારતે એક ફેરફાર કર્યો છે. શિવમ દૂબેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને અંતિમ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામા આવ્યુ છે.

કેવી છે પિચ

આજની પિચ સારી છે. પિચ બેટિંગ માટે યોગ્ય છે. પિચ પર ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવી યોગ્ય રહેશે. આ એક એવુ મેદાન છે જ્યાં તમે રનનો પીછો કરવામાં સફળ થઈ શકો છો. જો કે કોહલીએ ટોસ હાર્યા બાદ કહ્યુ કે, અમે ટોસ પર નિર્ભર નથી. આ સાથે કોહલીએ કહ્યું હતું કે શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ઝડપી બોલિંગ વિભાગને વધુ મજબુત બનાવી શકાય.

બન્ને ટીમો

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, દિપક ચહર, મોહમ્મદ શમી.

વેસ્ટ ઇન્ડીઝ: કેરાન પોલાર્ડ (કેપ્ટન), શાએ હોપ, એવિન લુઇસ, શિમરન હેટમાયર, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, કીમો પોલ, ખારી પિયરે, અલ્ઝારી જોસેફ અને શેલ્ડન કોટરેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.