uttarpradesh/ મુસ્લિમ મહિલાઓ પર જબરજસ્તીથી રંગ નાંખી અભદ્ર વર્તન

વિડીયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી

India
Beginners guide to 68 4 મુસ્લિમ મહિલાઓ પર જબરજસ્તીથી રંગ નાંખી અભદ્ર વર્તન

Uttaroradesh news ; ઉત્તરપ્રદેશના બિજનૌરના ધામપુરમાં હોળીના નામે ધમાલ કરવા અને જબરજસ્તીથી મુસ્લિમ પરિવાર પર કલર નાંખવાનો બનાવ બન્યો છે. આ બનાવનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. વિડીયો સામે આવ્યા બાદ એસપીએ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો.જેમાં પોલીસે 3 બાળ અપરાધીઓ સહિત ચાર જણાને ઝડપી લીધો હતો.

બિજનૌરના ધામપુરમાં કેટલાક યુવાનો હોળીના નામે ધમાલ કરતા નજરે ચડ્યા હતા. બાઈક પર સવાર એક મુસ્લિમ પરિવાર પર જબરજસ્તીતી કલર નાંખે છે. મુસ્લિમ મહિલા પર રંગ નંખાતા તેણે વિરોધ કર્યો તેમ છતા આ યુવકોએ તેની પર રંગ નાંખ્યો હતો.

આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી અને વિડીયોને આધારે પરિવાર સાથે અભદ્રતા કરનારા ત્રણ બાળ અપરાધી સહિત ચાર જણાને પકડી લીધા હતા.બાદમાં પિડીતાની ફરિયાદને આધારે જબરજસત્થી રંગ નાંખવો તથા અભદ્ર વર્તન કરવાનો ગુનો નોંધ્યો હતો.

એસપી નીરજ જાદૌને કહ્યું હતું કે  બનાવની તપાસ ધામપુર સીઓ સર્વમ સિંહને સોંપીને નર્દેશ કરાયો હતો કે આ હરકત કરનારાઓની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બાદમાં પોલીસે ત્રણ સગીર સહિત ચાર આરોપીને ઝડપી લઈને ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….