Not Set/ Photos : માં દુર્ગાની પીઓપી મૂર્તિના વિસર્જન બાદ યમુના નદીની હાલત થઇ દયનીય

નવી દિલ્લી માં દુર્ગા પૂજાના ઉત્સવને પૂરા થયા પછી યમુના નદીની દયનીય હાલત જોવા મળી છે. આ વર્ષે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્લાસ્ટિક ઓફ પેરીસની મૂર્તિઓ અને પ્લાસ્ટિકમાંથી બનાવેલી મૂર્તિ પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેમન છતાં આ નીતામનો અમલ કોઈએ મુક્યો નહતો. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ વર્ષે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ લાવવાની ભલામણ કરવામાં આવી […]

Top Stories India Trending
yamuna Photos : માં દુર્ગાની પીઓપી મૂર્તિના વિસર્જન બાદ યમુના નદીની હાલત થઇ દયનીય

નવી દિલ્લી

માં દુર્ગા પૂજાના ઉત્સવને પૂરા થયા પછી યમુના નદીની દયનીય હાલત જોવા મળી છે.

Durga Puja

આ વર્ષે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્લાસ્ટિક ઓફ પેરીસની મૂર્તિઓ અને પ્લાસ્ટિકમાંથી બનાવેલી મૂર્તિ પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેમન છતાં આ નીતામનો અમલ કોઈએ મુક્યો નહતો. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ વર્ષે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ લાવવાની ભલામણ કરવામાં આવી હતી.

Durga Puja

મોટા ભાગની મૂર્તિઓ જે નદીમાં વિસર્જન કરવામાં આવી હતી તે પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી હતી. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને પાણીમાં ઓગળતા વર્ષો લાગી જાય છે. ઉપરાંત તેમાં ઝેરી રસાયણો જેવા કે મરકયુરી, કેડીયમ અને લેડ આવેલા હોય છે.

Durga Puja

પ્લાસ્ટર ઓફ પ્રીસની આ મૂર્તિઓ યમુના નદીમાં પ્રદુષણનો વધારો કરી રહી છે જે પ્રદુષણનો સામનો હાલ ગંગા નદી કરી રહી છે.

Durga Puja

આની પહેલા ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે પણ મોટા ભાગની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવવામાં આવી હતી અને હવે માં દુર્ગાની મૂર્તિઓ નદીનું પ્રદુષણ વધારી રહી છે.

Durga Puja

૧૯ ડ્રેઈનરો જેમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેને યમુના નદીમાં ઠાલવવામાં આવ્યા છે.

યમુના નદી પહેલેથી જ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના પ્રદુષણનો સામનો કરી રહી છે તેમાં આ પીઓપીની મૂર્તિને લીધે પ્રદુષણમાં વધારો થઇ ગયો છે.