Not Set/ અગસ્તા મામલે જેટલીના રાહુલ પર વાર, કહ્યું RG, FAM અને AP પર ચુપકીદી કેમ

દિલ્હી, અગસ્તા વેસ્ટલેન્ડ મામલે વચેટિયા ક્રિશ્યિન મિશેલના ખુલાસા બાદ અરુણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેટલીએ કોંગ્રેસ પર આકરા પ્રકારો કરતા કહ્યું હતું કે RG, FAM અને AP કોણ છે અને આ વિશે રાહુલ ગાંધીએ કેમ ચુપકીદી સેવી છે? રાહુલ ગાંધીએ ભ્રષ્ટ લોકો સાથે સોદા કર્યા અને ત્યારબાદ તેના સમાચારોને […]

Top Stories India Business
arun jaitley3344 અગસ્તા મામલે જેટલીના રાહુલ પર વાર, કહ્યું RG, FAM અને AP પર ચુપકીદી કેમ

દિલ્હી,

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે વચેટિયા ક્રિશ્યિન મિશેલના ખુલાસા બાદ અરુણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેટલીએ કોંગ્રેસ પર આકરા પ્રકારો કરતા કહ્યું હતું કે RG, FAM અને AP કોણ છે અને આ વિશે રાહુલ ગાંધીએ કેમ ચુપકીદી સેવી છે? રાહુલ ગાંધીએ ભ્રષ્ટ લોકો સાથે સોદા કર્યા અને ત્યારબાદ તેના સમાચારોને દબાવવા માટે મીડિયા પર સેન્સરશિપ લાદી હતી જેવા આરોપો લગાડ્યા હતા.

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે મધ્યસ્થી ક્રિશ્યિન મિશેલ દ્વારા કરાયેલા ખુલાસા બાદ રાજનીતિ વધુ તેજ બની છે. તેને લઇને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને RG, FAM તેમજ AP જેવી બાબતો વિશે ચુપકીદી સેવાનું કારણ પૂછ્યું હતું અને આ બાબતે જ ચુપકીદી સેવે છે તેવા આરોપો લગાવ્યા છે.

જેટલીએ આરોપો લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ જે મુદ્દાઓથી અજાણ છે તે અંગે પણ બોલે છે. તેઓ કોઇપણ પ્રકારના તર્ક વગર આરોપો લગાવે છે પરંતુ આ જ એક બાબત એવી છે જેમા તેની ચુપકીદી ઉડીને આંખે વળગે તેવી છે. તેઓ આ વિશે તથ્ય જાણતા હોવા છતાં ચુપ છે. રાહુલ ગાંધીએ ભ્રષ્ટ લોકો સાથે ડીલ કરી છે. ત્યારબાદ આ જ માહિતીને છુપાવવા માટે મીડિયા પર સેન્સરશિપ લગાડે છે. સ્વિર્ટ્ઝલેન્ડની પોલિસે હેસ્ખેના આવાસના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ત્યારબાદ સીબીઆઇએ 2013 મા તપાસ શરૂ કરી હતી. મોદી સરકાર બની ત્યારબાદ આ મામલે તપાસને જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો તો ક્રિશ્યિન મિશેલ અને રાજીવ સકસેનાને ભારત પરત લવાયા હતા.

ત્યારબાદ આરોપીઓએ એક પછી એક રહસ્ય છતા કર્યા હતા. એક આરોપી પાસે ચુપકીદી સેવાનો અધિકાર હોઇ શકે પરંતુ એક પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવારે આ અંગે ચુપકીદી રાખવી ઉચિત નથી.

RG, FAM અને AP કાલ્પનિક નથી. તે તેઓ માટે શરમજનક બાબત છે. તમે વાતને દબાવો છો તેટલી જ તે વધુ ફેલાય છે. કોંગ્રેસે આ અંગે ખુલાસો કરવો અનિવાર્ય છે. તે સમયે એ કે એંટની રક્ષામંત્રી હતા, પરંતુ દસ્તાવેજોમાં AKA નો કોઇ ઉલ્લેખ નથી કરાયો. તે સિવાય તેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામને પણ સામેલ નથી કરાયું.

હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં દાખલ કરેલી તેની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે AP એટલે અહમદ પટેલ અને FAM એટલે ફેમિલી છે. ઇડી મુજબ અગસ્તા મામલે કરાયેલી પુછપરછમાં આરોપી ક્રિશ્યિન મિશેલે તેનો ખુલાસો કર્યો છે. તે સિવાય એક ચૂંટણીપ્રચાર માટેની રેલી દરમિયાન પણ નરેન્દ્ર મોદીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો 11 એપ્રિલના રોજ છે ત્યારે ક્રિશ્યિન મિશેલ દ્વારા કરાયેલો આ ખુલાસો કોંગ્રેસ માટે ચૂંટણી દરમિયાન નુકસાનકારક સાબિત થઇ શકે છે.