SpaceWar/ ભારત અને ચીન વચ્ચે હવે ફક્ત સરહદ પર જ નહી સ્પેસમાં પ્રભુત્વનો જામશે જંગ

ભારતે ઇસરો પર સફળતાપૂર્વક ચંદ્રયાનનું ઉતરાણ કરાવ્યું છે તો બીજી બાજુએ ચીન પણ તેના ચંદ્રયાનનું સફળતાપૂર્વક ઉતરાણ કરી ચૂક્યું છે. સ્પેસમાં ભારતની ભાગીદારી નાસા સાથે છે તો બીજી બાજુએ ચીનની ભાગીદારી રશિયા સાથે છે.

Mantavya Exclusive
Space war India china ભારત અને ચીન વચ્ચે હવે ફક્ત સરહદ પર જ નહી સ્પેસમાં પ્રભુત્વનો જામશે જંગ

ભારતે ઇસરો પર સફળતાપૂર્વક ચંદ્રયાનનું ઉતરાણ Space War કરાવ્યું છે તો બીજી બાજુએ ચીન પણ તેના ચંદ્રયાનનું સફળતાપૂર્વક ઉતરાણ કરી ચૂક્યું છે. સ્પેસમાં ભારતની ભાગીદારી નાસા સાથે છે તો બીજી બાજુએ ચીનની ભાગીદારી રશિયા સાથે છે. ભારત અને અમેરિકાનું જોડાણ ઓપન અને સ્પષ્ટ તથા વિશ્વની બે સૌથી મોટી લોકશાહી વચ્ચેનું જોડાણ છે. તેનાથી વિપરીત ચીન અને રશિયા વચ્ચેનું જોડાણ તે બે ક્લોઝ્ડ ઇકોનોમી અને બંધિયાર તંત્ર તથા લોખંડી દીવાલો વચ્ચેનું જોડાણ છે.

એક રીતે જોવા જઈએ તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં પ્રભુત્વ જમાવવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે જે ઠંડો વિગ્રહ શરૂ થયો હતો તે જ પ્રકારની પરિસ્થિતિનું મંડાણ થયું છે, પરંતુ આ મંડાણ સ્પેસમાં થયું છે. હવે સ્પેસમાં પ્રભુત્વ  Space War જમાવવા માટે અમેરિકા, યુરોપ, ભારત અને જાપાન તથા ઓસ્ટ્રેલિયાનું જોડાણ છે. તેની સામે રશિયા, ચીન, ઉત્તર કોરીયા, ઇરાનનું જોડાણ છે.

ભારતની ઇસરોની સફળતાથી ખુશ થયું હોત તો અમેરિકા અને નાસા છે. તેઓને હવે સ્પષ્ટપણે લાગી રહ્યુ છે કે તેમણે યોગ્ય રાજકીય વાતાવરણ ધરાવતા દેશની જોડે બરોબરનો સહભાગી જ શોધ્યો છે. સરકારી સ્કૂલોમાં ભણેલા Space War ઇસરોના મોટાભાગના સાયન્ટિસ્ટોએ તેમનું ટેકનિકલ પ્રાવીણ્ય વિશ્વસ્તરે દર્શાવ્યું છે. અમેરિકાની નાસાને હવે ઇસરો સાથેની ભાગીદારી સ્પેસ માર્કેટમાં મોટી તક લાગી રહી છે. જ્યારે ચીનને સૌથી વધારે મરચા લાગ્યા છે. આ મિશનની નિષ્ફળતા ઇચ્છતું હોય તો તે કદાચ ચીન હતું. ભારત આજે ટેકનોલોજીના મોરચે ચીનની સમકક્ષ આવી ગયું છે તે હકીકત આનાથી પુરવાર થઈ ગઈ છે.

તેથી ચીન હવે ભારતથી આગળ વધવા માટે આગામી સમયમાં એક પછી એક સ્પેસ મિશનો હાથ ધરવા માંડે તો આશ્ચર્ય નહી લાગે. પણ ચીનને ફટકો તે પડ્યો છે કે રશિયાનું લુના મિશન નિષ્ફળ ગયું છે. જો રશિયાનું મિશન સફળ થયું હોત તો ચીન તેની મદદથી ચંદ્ર પર પણ સ્પેસ સ્ટેશન બનાવી શક્યું હોત.

તેથી હવે ચીન માટે ખાટલે મોટી ખોડ એ છે કે અમેરિકા સાથેના સંબંધો બગડ્યા છે તેથી અમેરિકા અને યુરોપ તથા તેના સાથી દેશો ચીનને આપવામાં આવતી તેની દરેક સંવેદનશીલ ટેકનોલોજીઓ પર પ્રતિબંધ મૂકવા માંડ્યા છે. જ્યારે હવે તે બધા ચીનની તુલનાએ ભારતને વધારે મહત્વ આપવા લાગ્યા છે. ભારત આજે મહદ અંશે અમેરિકા અને યુરોપીયન દેશોનું ટેકનોલોજિકલ પાર્ટનર બની Space War ગયું છે. તેની સાથે અમેરિકા અને યુરોપની કંપનીઓ પણ ચીનમાંથી ઉચાળા ભરીને ભારતમાં તેના પ્લાન્ટ લઈ જવા માંડી છે. તેથી હવે ચીને સ્પેસ ટેકનોલોજીમાં એકલા હાથે આગળ વધવાનું છે. રશિયાની નિષ્ફળતાએ હવે તેના ટેકનોલોજીકલ અપગ્રેડેશન પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમા પણ યુક્રેન યુદ્ધે રશિયાને બધી રીતે ખોખલું કરી નાખ્યું છે અને નામોશી પણ આપે છે. તેના પછી લુના મિશનની નિષ્ફળતા રશિયા માટે વધુ એક મોટો ફટકો બનીને આવી છે.

આમ ચીનનો માર્ગ વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. આટલું ઓછું હોય તેમ ચીનનું અર્થતંત્ર પણ મંદીની ગર્તામાં સરી રહ્યુ છે. અમેરિકા ચીન પર એક પછી એક પ્રતિબંધો લાદી રહ્યુ છે, તેના લીધે ચીનને વધુ ફટકો પડી રહ્યુ છે. તે ચીનને Space War સંવેદનશીલ ટેકનોલોજીઓ પણ આપી રહ્યું નથી. તેની સાથે ભારતીય બજારમાં પણ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ચીનની કંપનીઓને કટ ટુ સાઇઝ કરી રહી છે. તેને નવી કંપની તરીકે સ્થાપવા દે છે, પરંતુ બીજી કંપનીઓને હસ્તગત કરવા દેતી નથી. આ સંજોગોમાં ચીન માટે સ્પેસમાં ભારત સામે ટક્કર ઝીલવી દિનપ્રતિદિન અઘરી થઈ રહી છે.

 

આ પણ વાંચોઃ Sidhu Moosewala/ સિદ્ધુ મુસેવાલાના પિતાએ કરી આ મોટી વાત,જો ન્યાય નહીં મળે તો…..

આ પણ વાંચોઃ World Athletic Championship/ ભારત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 4x400m રિલેની ફાઇનલમાં ક્વોલિફાય થયું

આ પણ વાંચોઃમુલાકાત/ G-20ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી,શિલ્પ-સ્થાપત્યથી પ્રભાવિત થયા,CM પણ ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચોઃTamilnadu/ રાહુલ ગાંધી તમિલનાડુની ફેકટરીમાં ચોકલેટ બનાવતા શીખ્યા,જુઓ વીડિયો

આ પણ વાંચોઃMuzzafarnagar School Incidence/ મુઝફ્ફરનગર: બાળક સાથે મારપીટના મામલામાં યોગી સરકારની મોટી કાર્યવાહી, શાળા બંધ, માન્યતા