Not Set/ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ શરુ, એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ રમાશે

નોટિંગહામ આજથી ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ ટેસ્ટ મેચ એજબેસ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ માટે આ ઐતિહાસિક ક્ષણ હશે, કારણકે તે આ મેચ સાથે જ પોતાની ૧૦૦૦મી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. આઈસીસી ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને તેની ૧૦૦૦મી ટેસ્ટ માટે શુભેચ્છા પાઠવી છે. વિરાટએ […]

Top Stories Sports
kohli 1478661250 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ શરુ, એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ રમાશે

નોટિંગહામ

આજથી ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ ટેસ્ટ મેચ એજબેસ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ માટે આ ઐતિહાસિક ક્ષણ હશે, કારણકે તે આ મેચ સાથે જ પોતાની ૧૦૦૦મી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. આઈસીસી ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને તેની ૧૦૦૦મી ટેસ્ટ માટે શુભેચ્છા પાઠવી છે. વિરાટએ ક્રિકેટ રમતા તમામ દેશોમાં ટેસ્ટ-શ્રેણીમાં રન કર્યા છે.

636153172692519277 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ શરુ, એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ રમાશે

પરંતુ ભારતીય કેપ્ટન અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં સારુ પ્રદર્શન કરી શક્યો નથી. ૨૦૧૪માં પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી દરમિયાન તેણે પાંચ ટેસ્ટમાં માત્ર ૧૩૪ રન જ કર્યા હતા.જેથી આ વખતની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન કોહલી પાસે ઘણી આશા રહેશે. તેમજ અન્ય બેટ્‌સમેનો પણ તેનો સાથ આપી આ ટેસ્ટ શ્રેણી જીતીને બદલો લેવાના ઈરાદે ઉતરશે.

england test team ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ શરુ, એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ રમાશે

આજની ટેસ્ટ મેચમાં શિખર ધવનના સ્થાને કેએલ રાહુલને મુરલી વિજય સાથે ઓપનિંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ત્યારબાદ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક ક્રમશઃ બેટિંગમાં ઉતરી શકે છે. આ ઉપરાંત બોલિંગમાં આરર અશ્વીન અને જાડેજામાંથી એકને તક મળી શકે છે. જ્યારે કુલદીપ યાદવને બીજા સ્પિનર તરીકે લેવામાં આવી શકે છે.

Root Kohli ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ શરુ, એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ રમાશે

આજની ટેસ્ટ મેચ પહેલા બન્ને ટીમો તરફથી નિવેદન આપવામાં આવ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે ચાર વર્ષની સફળતાએ કેપ્ટન વિરાટ કોહલીની માનસિક્તા પુરી રીતે બદલી નાખી છે અને આગામી ટેસ્ટ શ્રેણીમાં તે અંગ્રેજાને બતાવવા માંગે છે કે તેને કેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન ગણવામાં આવે છે. આ પહેલા ૨૦૧૪માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કોહલી માટે નિરાશાજનક રહ્યો હતો.