Not Set/ આર્ટિકલ 370 નાબુદીની કેવી થશે અસરો…અહીં વાંચો

દિલ્હી,   મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરીને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. આ દરમિયાન કાશ્મીરમાં કલમ 370 દ્વારા મળેલા વિશેષાધિકારો પણ સમાપ્ત થઈ ગયા છે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધો,એટલે કે લદ્દાખ હવે એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. આવો જાણીએ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 37૦ હટાવ્યા પછી […]

Top Stories India
aaare 10 આર્ટિકલ 370 નાબુદીની કેવી થશે અસરો...અહીં વાંચો

દિલ્હી,  

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરીને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. આ દરમિયાન કાશ્મીરમાં કલમ 370 દ્વારા મળેલા વિશેષાધિકારો પણ સમાપ્ત થઈ ગયા છે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધો,એટલે કે લદ્દાખ હવે એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.

આવો જાણીએ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 37૦ હટાવ્યા પછી શું બદલાયું છે…

હવે કોઈ અલગ ધ્વજ નથી

જમ્મુ-કાશ્મીરમાં હવે અલગ ધ્વજ રહેશે નહીં, એટલે કે  રાષ્ટ્રધ્વજ તિરંગો રહશે.

રાજ્યપાલનું પદ પૂર્ણ

રાજ્યપાલ પદ સમાપ્ત થશે અને કેન્દ્ર સરકાર દ્રારા લેફ્ટનન્ટ ગવર્નરની નિમણુંક થશે. સાથોસાથ રાજ્યની પોલીસ કેન્દ્રના કાર્યક્ષેત્રમાં રહેશે.  
  
બેવડી નાગરિકતા પૂર્ણ

જમ્મુ-કાશ્મીરમાં હવે બેવડી નાગરિકતા રહેશે નહીં. કલમ 37૦ ને લીધે જમ્મુ-કાશ્મીરમાં મત આપવાનો અધિકાર ફક્ત ત્યાંના કાયમી નાગરિકો માટે જ અનામત હતો. અન્ય રાજ્યોના લોકો અહીં મત આપી શકતા નહોતા અને ચૂંટણીમાં ઉમેદવાર નહોતા બની શકતા. હવે નરેન્દ્ર મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ ભારતનો કોઈપણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં મતદાર અને ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે.

કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય

જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં  87 વિધાનસભા બેઠકો હતી. પરંતુ હવે રાજ્યનું વિભાજન થઈ ગયું છે. હવે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ હશે,જ્યાં વિધાનસભાની સીટો ઘટશે.

જમ્મુ-કાશ્મીરની કેન્દ્ર સરકાર માટે વિધાનસભા યોજાશે

કાશ્મીર વિધાનસભા એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષને બદલે 5 વર્ષનો રહેશે.  

 લદ્દાખ ચંડીગઢ જેવો કેન્દ્રશાસિત પ્રદેશ

અત્યાર સુધી લદ્દાખજે જમ્મુ-કાશ્મીરનો ભાગ હતોતેને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે. જો કે લડાખમાં જમ્મુ-કાશ્મીર જેવી વિધાનસભા નહીં બને. તેનો વહીવટ ચંદીગઢની જેમ ચલાવવામાં આવશે.

કાશ્મીરનું કોઈ અલગ બંધારણ નહીં  

કલમ  37૦ ના હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરને અપાયેલા વિશેષ અધિકાર સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા. કેન્દ્ર સરકારના નિર્ણય પછી જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ થશે. આ નિર્ણય પછી જમ્મુ-કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ નહીં હોય. હવે કાશ્મીરમાં પણ કલમ 356 નો ઉપયોગ કરી શકાશે  એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.

RTI કાયદો કાશ્મીરમાં પણ ચાલશે

જમ્મુ-કાશ્મીરમાં આરટીઆઈ અને સીએજી જેવા કાયદા પણ લાગુ પડશે.

બહારના રાજ્યના લોકો પણ નોકરી મેળવી શકશે: 
દેશના કોઈપણ નાગરિકને હવે જમ્મુ કાશ્મીરમાં નોકરી મળી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.