Not Set/ કવાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ્યું

આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022ની સુપર લીગની ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતે પાંચ વિકેટે જીતી લીધી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

Top Stories Sports
16 12 કવાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ્યું

આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022ની સુપર લીગની ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતે પાંચ વિકેટે જીતી લીધી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બાંગ્લાદેશને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ રીતે ભારતને જીતવા માટે 112 રનનો ટાર્ગેટ મળ્યો છે. જો ભારત આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઇ છે જ્યારે બાંગ્લાદેશની સફર ખતમ થઈ ગયો. ભારતે 97 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી,પરતું મીડલ ઓર્ડર બેટસમેનોએ બાજી સંભાળી હતી,

ગત અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલનો બદલો લેતા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે પાંચ વિકેટથી જીત મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બાંગ્લાદેશને 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી રવિ કુમારે ત્રણ જ્યારે વિકી ઓસ્તવાલે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 30.5 ઓવરમાં પાંચ વિકેટે 117 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી અંગરિષી રઘુવંશીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. રવિ કુમારને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 ફેબ્રુઆરીએ સેમિફાઇનલ મેચ રમાવાની છે.