Not Set/ ભારતને મોટી સફળતા, સૌથી ઓછા સમયમાં 40 લાખ રસી કરણ કરાવનાર બન્યો પ્રથમ દેશ 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય બુધવારે જણાવ્યું હતું કે 18 દિવસની અંદર દેશમાં 40 લાખ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. તેની સાથે જ ભારત સૌથી ઝડપી આ આંકડા સુધી પહોંચનાર

Top Stories India
1

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે 18 દિવસની અંદર દેશમાં 40 લાખ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. તેની સાથે જ ભારત સૌથી ઝડપી આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે. બુધવારે સવાર સુધીમાં દેશમાં 41 લાખ કરતાં વધારે લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

તેની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રસીકરણ અભિયાનને લઈને સાચી સૂચના ફેલાવો કરવામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી.મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના પ્રતિરોધક રસી લગાવવાના મામલામાં ભારત 1 ફેબ્રુઆરીએ વિશ્વના ટોચના પાંચ દેશોની યાદીમાં હતો. ભારતમાં આ જ ઝડપથી રસીકરણ ચાલુ રાખવામાં આવશે.

કૃષિ આંદોલન / દિલ્હીની સીમા પર હાલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ નહીં, ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું

વધુમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના પ્રતિરોધક રસી આ અંગે સત્ય ઉજાગર કરવા માટે યુવાનોનો સહયોગ અને સમર્થન માંગ્યું છે.તેમણે જણાવ્યું છે કે રસીકરણ અભિયાન અને મહા મારી સાથે જોડાયેલી સરકારની નીતિઓ વિશે લોકો સુધી સાચી જાણકારી પહોંચાડવામાં આવે. એ માટે યુવાનો એ આગળ આવવું જોઈએ. શ્રીરામ કોલેજ ઓફ કોમર્સનાં 94 સ્થાપના દિવસના મોકા પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે હર્ષવર્ધને જણાવ્યું હતું કે મહામારીના કારણે પ્રવર્તમાન સ્તર પર વિકાસની ઘણી યોજનાઓ પાટા પરથી ઉતરી ગઈ છે.

Myanmar / મ્યાનમારમાં સત્તા પલટો, આંગ સાન સૂ ચી પર અનેક આરોપો, 15મી સુધી કસ્ટડીમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…