OMG!/ સ્નોબોર્ડિંગ કરતા સમયે શખ્સ પર તૂટી પડ્યો બરફનો પહાડ, વીડિયો જોઇને રુવાંટા ઉભા થઇ જશે

પ્રકૃતિનો સામનો કરવો લગભગ ન કરવા બરાબર છે. જ્યારે પ્રકૃતિ હલચલ મચાવે છે, ત્યારે માણસનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. પ્રકૃતિના પ્રલયમાં ફક્ત થોડા ભાગ્યશાળી લોકો જ બચે છે. અમેરિકામાં કોલોરાડોથી એક મામલો સામે આવ્યો છે. જે જાણ્યા બાદ તમારા રુવાંટા ઉભા થઇ જશે, પ્રકૃતિનું તાંડવ એક શખ્શના ફોનમાં રેકોર્ડ થયું હતું જે […]

Ajab Gajab News
snow સ્નોબોર્ડિંગ કરતા સમયે શખ્સ પર તૂટી પડ્યો બરફનો પહાડ, વીડિયો જોઇને રુવાંટા ઉભા થઇ જશે

પ્રકૃતિનો સામનો કરવો લગભગ ન કરવા બરાબર છે. જ્યારે પ્રકૃતિ હલચલ મચાવે છે, ત્યારે માણસનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. પ્રકૃતિના પ્રલયમાં ફક્ત થોડા ભાગ્યશાળી લોકો જ બચે છે. અમેરિકામાં કોલોરાડોથી એક મામલો સામે આવ્યો છે. જે જાણ્યા બાદ તમારા રુવાંટા ઉભા થઇ જશે, પ્રકૃતિનું તાંડવ એક શખ્શના ફોનમાં રેકોર્ડ થયું હતું જે સ્નોબોર્ડિંગ માટે બરફીલા પર્વતો પર ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌરિસ કર્વિન નામનો વ્યક્તિ લવલેન્ડ નજીકની સમિટ કાઉન્ટીમાં સ્નોબોર્ડિંગ માટે ગયો હતો. મૌરિસે હાલ જ સ્નોબોર્ડિંગ શરૂ કરી હતી કે તેની પાછળથી હિમસ્ખલન આવી ગયો. સમિટ કાઉન્ટીમાં ભયંકર હિમપ્રપાતથી મૌરીસ માટે ટકી રહેવું મુશ્કેલ હતું, પરંતુ સલામત રીતે ટકી રહેવાનું તેમના નસીબમાં હતું. આશ્ચર્યની વાત એ છે કે હિમપ્રપાતમાં તેને સામાન્ય ઈજાઓ પણ થઈ ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Maurice Kervin (@shreadsauce)

સમિટ કાઉન્ટીમાં હિમપ્રપાતનું વર્ણન કરતા મૌરિસે કહ્યું કે સ્નોબોર્ડિંગ કરતી વખતે તેને કંઇક અયોગ્ય સમજાયું હતું. તેણે કહ્યું કે જ્યારે તે બરફ પર લપસી રહ્યો હતો ત્યારે તેને કંઈક મોટું હોવાની અનુભૂતિ થઈ. જ્યારે વ્યક્તિએ પાછળ જોયું તો, હજારો-લાખો કિલો બરફ તેની પાછળ આવી રહ્યો હતો. મૌરિસે કહ્યું, ‘હિમપ્રપાતનું ભયાનક રૂપ જોઈને મને આશ્ચર્ય થયું. હું આજે જીવંત રહેવા માટે ખૂબ જ ભાગ્યશાળી છું.