Not Set/ બિહાર/ પટનામાં બોમ્બ વિસ્ફોટના કારણે સર્જાયો અફરાતફરીનો માહોલ, 5 ઘાયલ

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાન વિસ્તારમાં સોમવારે સવારે બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આમાં વૃદ્ધ મહિલાની હાલત ગંભીર છે. પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે બોમ્બ આ મકાનમાં મૂકવામાં આવ્યો હતો, બે મકાનોને નુકસાન થયું […]

Top Stories India
Untitled 89 બિહાર/ પટનામાં બોમ્બ વિસ્ફોટના કારણે સર્જાયો અફરાતફરીનો માહોલ, 5 ઘાયલ

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાન વિસ્તારમાં સોમવારે સવારે બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આમાં વૃદ્ધ મહિલાની હાલત ગંભીર છે.

પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે બોમ્બ આ મકાનમાં મૂકવામાં આવ્યો હતો, બે મકાનોને નુકસાન થયું છે. ઘાયલોને પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બે મકાનોને ખરાબ રીતે નુકસાન થયું હતું.

સ્થાનિક લોકોએ કહ્યું કે સતત બે જોરદાર ધડાકા થયા છે. બોમ્બ બ્લાસ્ટને કારણે જ્યાં રૂમની દિવાલ પડી હતી ત્યાં ઓરડામાંનો દરવાજો પણ તૂટી ગયો હતો તેમજ આસપાસના મકાનની બારી પણ ધસી પડી છે.

પોલીસે પ્રાથમિક માહિતીમાં બોમ્બ બ્લાસ્ટ ગણાવ્યો છે. પોલીસનું કહેવું છે કે વિગતવાર માહિતી એફએસએલની ટીમ આવ્યા પછી જ મળશે. આ વિસ્તારમાં વિસ્ફોટ થતાંની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થળ પર હાજર મકાનના માલિકે કહ્યું કે વિસ્ફોટ થયો તે મકાનના ભાગમાં ભાડુઆત રહે છે અને તેઓ ઓટો ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.