વિરોધ/ ચીન પર માત્ર ડીજીટલ નહિ પણ આર્થકિ સર્જકિલ સ્ટ્રાઈકની જરૂર

ભારત સાથેના વેપારી સંબંધોમાં કરોડોની કમાણી કરનારું ચીન ભારત સામે અવળચંડાઈ કરવાની એક પણ તક જતી કરતું નથી તે હકીકત છે. આ સંજોગોમાં મોટાભાગના નિષ્ણાંતો એવું કહે છે

Top Stories Mantavya Vishesh
dragan ચીન પર માત્ર ડીજીટલ નહિ પણ આર્થકિ સર્જકિલ સ્ટ્રાઈકની જરૂર
  • ભારત સાથે પીઠમાં ખંજર ભોંકવાના ધંધા કરતા આ દેશને સીધો કરવાનું એકમાત્ર રામબાણ જેવું શસ્ત્ર છે – આર્થિક પ્રતિબંધ

@હિમ્મતભાઈ ઠક્કર, ભાવનગર 

કેન્દ્ર સરકારે તાજેતરમાં વધુ ૪૩ ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ લાધ્યો છે.  આ ૪૩ ચાઈનીઝ એપ ભારત માટે સાઈબર અને અન્ય પ્રકારના જોખમ સર્જતી હોવાનું સરકારનું માનવું છે.  અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ચીની એપ પર પ્રતિબંધ લાગી ચૂકયો છે.  જેનો ભારતીય વિકલ્પ શોધવા પણ પ્રયાસો ચાલુ છે.  અખબારોએ અને પ્રચાર માધ્યમોએ આ બાબતની વિવિધ રીતે નોંધ લીધી છે.  પરંતુ તેનો સૂર એક જ છે કે ચીન પર ભારતે ડીજીટલ સ્ટ્રાઈક કરી છે અત્યારે ડીજીટલ યુગ છે અને ડીજીટલ યુગમાં આ પ્રકારની સ્ટ્રાઈક થાય તેમાં કશું ખોટું નથી – જરૂરી છે. પરંતુ ચીન વિવિધ મોરચે જે રીતે વર્તી રહયું છે તે જોતા એવું નથી લાગતું કે આ પગલાં અપૂરતા છે ? આ અંગે મોટાભાગના વિશ્લેષકો માને છે કે ચીન સામેના આ પગલાં ઘણા અપૂરતા છે.

Here's why tensions are running high on India and China's border | India | The Guardian

ચીનની નેતાગીરી અને સૈન્ય અને તેના પ્રચાર માધ્યમોની કથની અને કરણીમાં ફેર છે.  ગલવાન ઘાટીમાં જે કાંઈ બન્યું અને ભારતના ર૦ જવાનોને શહીદ થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ જો કે હથિયારો ન હોવા છતાં ભારતીય જવાનોએ ચીનના ૪૩ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા તે બાબત જ ભારતીય જવાનોની જવામર્દીનો પૂરાવો છે. ગલવાન ઘાટીના બનાવ બાદ ભારતના નેતાઓLAC એટલે કે લાઈન ઓફ એકરયુલ કન્ટ્રોલ પર કોઈની ઘુષણખોરી નહિ ચલાવી લેવાય તેવી ભાષામાં વાત કરતાં થયા છે.  ભારતીય જવાનો ૧૦ હજાર ફુટની ઉંચાઈ પર પણ ચીની સૈનિકોને બરાબર ખોખરો કરતા જવાબો આપી રહયા છે.  આ સંજોગો વચ્ચે ચીન દ્વારા કમાન્ડર સ્તરની સાત તબકકામાં વાત થઈ,  સૈન્ય પાછુ ખેંચવા વાત થઈ.  પરંતુ અમલ કેટલો થયો ? સાતમા સ્તરની વાત પછી ચીને સરહદ પર રડાર પણ ગોઠવ્યું છે અને સૈનિક તાકાત પણ વધારી છે.

Digital strike bluster on ban -Prasad becomes the first minister to articulate real intent of govt

એક અહેવાલ પ્રમાણે ભારતીય સરહદ પર ચીને ફાઈટર વિમાનો ગોઠવવા તૈયારી શરૂ કરી છે.  ભારત પણ સતર્ક છે.  અને બ્રહમોસ્ત્ર પરીક્ષણ કરી ભારતે પોતાની તાકાતનું પ્રદર્શન તો કર્યુ જ છે.  અત્યારે જે બ્રહમોસ મિસાઈલ વાપરે છે તેની રેન્જ ૩૦૦ કિલોમીટર સુધીની છે઼ પરંતુ આગામી દિવસોમાં આ રેન્જ ક્રમશ: વધારી ૧પ૦૦ કિલોમીટર લઈ જવાની શકયતા છે઼ ભારત અત્યારે લશ્કરી તૈયારીમાં પણ ઘણુ અદ્યતન બન્યું છે ચીનની નેતાગીરીને પણ આ વાતની ખબર પડી ગઈ છે કે આજનું ભારત એ ૧૯૬રનું ભારત નથી કે જેના પર સરસાઈ મેળવી શકાય.

Digital Strike On China - TikTok BAN In India - Government Bans 59 Apps in India - TikTok Game Over🔥 - YouTube

છેલ્લા થોડા વર્ષોમાં ચીન અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધો વધ્યા છે.  ચીની બનાવટની ચીજો ભારતમાં છૂટથી વેચાય છે.  ઘણા કિસ્સાઓમાં તો ચીની બનાવટની ચીજો ભારતના હિતોને નુકસાન પણ કર્યુ છે.  રમકડા જેવા ઘણા ઉદ્યોગોને મોટુ નુકસાન પણ કર્યુ છે.  મોબાઈલ મોરચે પગપેસારો કરી ભારતીય અસરકારક વર્ચસ્વ જમાવી ભારતીય બનાવટના મોબાઈલ ઉદ્યોગનેે નુકસાન પણ કર્યુ છે.  વીવો બ્રાન્ડ તેનો પુરાવો છે.  આઈપીએલના મુખ્ય સ્પોન્સર તરીકે ભલે વીવો કંપનીને હટાવી હોય પરંતુ તેના  સ્માર્ટ ફોનનું વેચાણ ઘટયું નથી.

India's digital strike on China : Govt bans 59 Chinese apps

થોડા સમય પહેલાજ એક અહેવાલ હતો કે ચીનની બનાવટના સ્માર્ટ ફોન હજી પણ વેચાય છે. અને ચીનની મોબાઈલ કંપનીઓ ભારતમાંથી કરોડો રૂપિયા ઘસડી જાય છે.  આ એક કમનસીબી કહેવાય.  ગલવાન ઘાટીમાં અથડામણનાં બનાવ બાદ ચીની ચીજોનો બહિષ્કાર કરવાનો પોકાર ઉઠયો કેન્દ્ર સરકારે ચીની કંપનીઓ સાથેના ૪ પ્રોજેકટ કરારો રદ કાર્ય.  મહારાષ્ટ્ર સરકારે એક પ્રોજેકટ થંભાવી દીધો પરંતુ ગુજરાત સહિત અન્ય રાજ્ય સરકારો આ દિશામાં આગળ વધી નથી.  તેમાંથી ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ દરમિયાન ચીનની ઘણી કંપનીઓએ ગુજરાત સરકાર સાથે સંકળાયેલી અને અન્ય ખાનગી કંપનીઓ સાથે કરોડો રૂપિયાના કરારો કર્યા છે.  આમાના એકપણ કરાર રદ કરવાનું કે થંભાવી દેવાનું પગલું ભરાયું નથી.

Boycott China Rally in Kolkata Brutally Trolled For Carrying US Map With President Xi Jinping's Image on Poster | India.com

ચીની બનાવટોનું વેચાણ અટકાવી ફટાકડા સહિતની કેટલીક ચીજો પર પ્રતિબંધ અટકવીભારતે નુકસાન કર્યુ હોવાના અખબારી અહેવાલો છે. જે સરકારી વર્તુળોના હવાલાથી જ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.

India's second digital strike: 47 more Chinese mobile apps blocked | Business Standard News

સારી વાત છે ચીન સાથે ભારતનો મોટો બીઝનેસ છે. ભારતમાં ચીનનો પથારો મોટો છે. ભારતમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. થોડા સમય પહેલા ગ્લોબલ ટાઈમ્સમાં પ્રસિધ્ધ કરેલા અહેવાલો પ્રમાણે ચીનનું અર્થતંત્ર ભારત પર આધારીત છે. ચીનમાં ભલે સરકાર સામે આવાજ ઉઠાવનારા લગભગ કોઈ નથી પરંતુ અમેરિકન પ્રચાર માધ્યમો તો અવાર–નવાર ચીનને આડે હાથ લે છે.

Will 'Boycott China' strategy really help? - india news - Hindustan Times

ભારત સાથેના વેપારી સંબંધોમાં કરોડોની કમાણી કરનારું ચીન ભારત સામે અવળચંડાઈ કરવાની એક પણ તક જતી કરતું નથી તે હકીકત છે. આ સંજોગોમાં મોટાભાગના નિષ્ણાંતો એવું કહે છે કે માત્ર ૧૦૦ થી વધુ ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ સહિતની ડીજીટલ સ્ટ્રાઈક કે તેને તહેવારોના દિવસોમાં રૂા઼ ૪૦ હજાર કરોડનું નુકસાન કર્યુ તે વાતથી સંતોષ માનવાની સરકારે જરૂર નથી.  કોરોના કાળમાં ચીન સામે કદાચ સર્જકિલ સ્ટ્રાઈક કરવા સરકાર અચકાતી હોય તે સ્વભાવિક છે. જો કે કોરોનાનું એ પી સેન્ટર અને પ્રસાર સેન્ટર બન્ને ચીન જ છે.  તે વાત પણ હાલના તબકકે યાદ રાખવાની જરૂરત છે. માત્ર સામાન્ય નુકસાન કરીને સંતોષ માનવાના બદલે ચીન સાથેના વ્યાપારી સંબંધો તબકકાવાર ઘટાડીને તેના પર વ્યાપારી પ્રતિબંધોનું શસ્ત્ર વાપરીને આર્થકિ સર્જકિલ સ્ટ્રાઈક કરવાની આવશ્યકતા છે. આર્થિક  સર્જકિલ સ્ટ્રાઈકથી જ ચીન ખોખલું થઈ જશે આ વાત મગજમં રાખવાની તંત્રે જરૂરત છે઼

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…