Not Set/ આર્ટિકલ 370 : CJI રંજન ગોગોઇએ કહ્યું- મને જરૂરી લાગશે તો હું પોતે જઈશ કાશ્મીર

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી રિપોર્ટ મળ્યા પછી, જરૂર પડે તો હું જાતે કાશ્મીર જઈશ. જણાવીએ કે CJI એ આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે બાળ અધિકાર કાર્યકર ઇનાક્ષી ગાંગુલીએ જમ્મુ-કાશ્મીરની જેલમાં 18 વર્ષથી ઓછી […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 આર્ટિકલ 370 : CJI રંજન ગોગોઇએ કહ્યું- મને જરૂરી લાગશે તો હું પોતે જઈશ કાશ્મીર

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી રિપોર્ટ મળ્યા પછી, જરૂર પડે તો હું જાતે કાશ્મીર જઈશ.

જણાવીએ કે CJI એ આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે બાળ અધિકાર કાર્યકર ઇનાક્ષી ગાંગુલીએ જમ્મુ-કાશ્મીરની જેલમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંબંધિત તેવા કેસો વિશે માહિતી માંગી જેને હાઈકોર્ટની કમિટી જોઈ રહી છે.

CJI એ તેમને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં આ માટે અપીલ કરવાનું કહ્યું હતું. તો ઇનાક્ષીને લાગ્યું કે, ‘હાઈકોર્ટમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે.’

આ પછી સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસે એવો અહેવાલ માંગ્યો હતો કે લોકોને હાઈકોર્ટનો સંપર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. CJI એ કહ્યું કે જો લોકો હાઈકોર્ટનો સંપર્ક કરવામાં અસમર્થ છે, તો તે ખૂબ ગંભીર છે. CJI એ કહ્યું- હું જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ન્યાયાધીશ સાથે જાતે વાત કરીશ, આ ગંભીર બાબત છે. સુપ્રીમ કોર્ટે બાળ અધિકાર કાર્યકરોને કહ્યું હતું કે જો તેમના આક્ષેપો ખોટા સાબિત થાય છે તો તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય એ છે કે સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં સામાન્યતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને પસંદગીના આધારે સામાન્યતાને પુનર્સ્થાપિત કરવી જોઈએ.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.