Not Set/ ભાજપના સારા  કામોને કોંગ્રેસ રોકી રહી છે : પીએમ મોદી

રાયગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું રણશીંગું ફુંકતા કહ્યું કે ભાજપ સરકારના સારા કામોને કોંગ્રેસ રોકી રહી છે,પરંતું દેશનો દરેક ગરીબ વ્યક્તિ અમારી સાથે છે. પીએમ મોદી છત્તીસગઢના રાયગઢના કોંડાતરાઇમાં સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેવા માફીના નામે ખેડુતોને છેતર્યા છે. #WATCH PM Modi in Chhattisgarh: Congress ke parivaar ke […]

Top Stories India
qqp 5 ભાજપના સારા  કામોને કોંગ્રેસ રોકી રહી છે : પીએમ મોદી

રાયગઢ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું રણશીંગું ફુંકતા કહ્યું કે ભાજપ સરકારના સારા કામોને કોંગ્રેસ રોકી રહી છે,પરંતું દેશનો દરેક ગરીબ વ્યક્તિ અમારી સાથે છે.

પીએમ મોદી છત્તીસગઢના રાયગઢના કોંડાતરાઇમાં સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેવા માફીના નામે ખેડુતોને છેતર્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે છત્તીયગઢમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનાને બંધ કરી દીધી છે.કોંગ્રેસ છત્તીસગઢમાં ગરીબોને મળનારી સુવિધા છીનવવા ઇચ્છે છે.છત્તીસગઢમાં કેન્સર અને ટીબી જેવી ગંભીર બિમારીએ પાછી આવવા લાગી છે.જેને મલાઇ ખાવાની લત લાગી હોય તે મોદીની કલ્યાણકારી યોજના કેવી રીતે ચલાવી શકે.તેમને એવી યોજના જ જોઇએ જેમાં મલાઇ મળે.

પીએમ મોદી અહીંથી પશ્મિમ બંગાળના જલપાઇ ગુડી જશે જશે જ્યાં41 કિલોમીટરનો  નેશનલ હાઇવે ફલાકાતા-સલસલાબાડીના ફોરલેનનું કામ કરવાની આધારશિલા રાખશે.આ કામ 1938 કરોડ રૂપિયાનું છે.

પીએમ મોદી આજથી પાંચ દિવસ માટે 10 રાજ્યોનો પ્રવાસ કરશે.જેની શરૂઆત છત્તીસગઢથી કરી છે.રાયગઢમાં ભાજપે 5 વિધાનસભાની સીટો ગુમાવી છે.