Not Set/ નક્સલી હિંસાનો દોર ચાલુ,બિહાર-છત્તીસગઢમાં વાહનો ફૂંકયા

દેશમાં નક્સલી હિંસાના બનાવો બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યા. આ વખતેન નક્સલીઓએ છત્તીસગઢ અને બિહારમાં બાંધકામના કામમાં રોકાયેલા વાહનો અને મશીનોને લક્ષ્ય બનાવ્યું છે. છત્તીસગઢના દાંતાવાડામાં નક્સલીઓ, કિરંદુલ પોલીસ સ્ટેશન નજીક ત્રણ ટ્રક અને પોકલૈન મશીન, જયારે બિહારના બારાચટ્ટી વિસ્તારમાં પોકલૈન મશીનને આગ લગાવામાં આવી હતી. આ પહેલા, કોંડગામ જિલ્લાના મર્દાપાલ પોલીસ સ્ટેશન […]

Top Stories India
wwp 4 નક્સલી હિંસાનો દોર ચાલુ,બિહાર-છત્તીસગઢમાં વાહનો ફૂંકયા

દેશમાં નક્સલી હિંસાના બનાવો બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યા. આ વખતેન નક્સલીઓએ છત્તીસગઢ અને બિહારમાં બાંધકામના કામમાં રોકાયેલા વાહનો અને મશીનોને લક્ષ્ય બનાવ્યું છે. છત્તીસગઢના દાંતાવાડામાં નક્સલીઓ, કિરંદુલ પોલીસ સ્ટેશન નજીક ત્રણ ટ્રક અને પોકલૈન મશીન, જયારે બિહારના બારાચટ્ટી વિસ્તારમાં પોકલૈન મશીનને આગ લગાવામાં આવી હતી.

આ પહેલા, કોંડગામ જિલ્લાના મર્દાપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નક્સલીઓએ શનિવારે રાત્રે રોડ બાંધકામના કામમાં જોડાયેલા વાહનને આગ લગાવી દીધી હતી.સાથે જ તેમણે ધમકી આપી હતી કે જે પણ રસ્તા પર બાંધકામ કરશે, તેને જાહેર અદાલતમાં મૃત્યુદંડની સજા આપવામાં આવશે. 11 મેના રોજ, માઓવાદીઓએ ઓડિશાના મલકાનગિરી જિલ્લાના લૈંડમાઇન ઘમાકો કરવામાં આવ્યો હતો.જેમાં ઓડિશા એસઓસીના બે સૈનિકો ઘાયલ થયા હતા.

Capture(226) નક્સલી હિંસાનો દોર ચાલુ,બિહાર-છત્તીસગઢમાં વાહનો ફૂંકયા

નોંધનીય છે કે 1 મે ના રોજ, ગડચિરોલીમાં પોલીસ વાહનને લક્ષ્યાંક બનાવીને આઇ.ઈ.ડી બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં, સી -160 ફોર્સના 15 સૈનિકો અને એક ડ્રાઈવર શહીદ થયા હતા. આ હુમલો કુરખડા તહસીલના જામભુરખેડા ગામમાં થયો હતો. હુમલા સમયે, મહારાષ્ટ્ર પોલીસના સી -60 કમાન્ડો કોરસી તરફ જતા બે ખાનગી બસોમાં સવાર હતા. કોરસી , છત્તીસગઢ એ રાજનાંદગામ જીલ્લાની સીમાથી ઢંકાયેલ વિસ્તાર છે.