Not Set/ દિલ્હી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયા બે ઇનામી બદમાશો, બંનેના પગમાં વાગી ગોળી

દિલ્હી પોલીસના ક્રાઈમબ્રાંચ અને બદમાશો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બંને બદમાશો ઈજાગ્રસ્ત થયા છે. તેઓના પગ પર ગોળી વાગી હતી.

Top Stories India
A 253 દિલ્હી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયા બે ઇનામી બદમાશો, બંનેના પગમાં વાગી ગોળી

દિલ્હી પોલીસના ક્રાઈમબ્રાંચ અને બદમાશો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બંને બદમાશો ઈજાગ્રસ્ત થયા છે. તેઓના પગ પર ગોળી વાગી હતી. બદમાશોની ઓળખ રોહિત ચૌધરી અને ટીટુ તરીકે થઈ હતી. મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા ક્રાઈમ બ્રાંચ અને તેમની ટીમે બદમાશો સાથે એન્કાઉન્ટર કર્યું હતું. તેમની ગોળીના કારણે બદમાશો ઘાયલ થયા છે. મોટી વાત એ છે કે દિલ્હી પોલીસની એન્કાઉન્ટરમાં સંભવત પહેલીવાર કોઈ મહિલા સબ-ઇન્સ્પેક્ટર ઓપરેશન બાદ બદમાશોને પકડ્યા છે.

આ પણ વાંચો :મધ્યપ્રદેશમાં કોરોનાની માર્ગદર્શિકા વધુ કડક બની, હવે સાત શહેરોમાં રવિવારે લોકડાઉન

જાણો, શું છે સમગ્ર મામલો

હકીકતમાં, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને એક ગુપ્ત માહિતી મળી હતી કે, દિલ્હીના બે પ્રખ્યાત બદમાશો કોઈ મોટા ગુના અથવા કોઈ જાણકાર વ્યક્તિને મળવા માટે દિલ્હી આવવાના છે. આ માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભીષ્મ સિંહની સૂચના પર એક ટીમ બનાવવામાં આવી હતી અને માહિતી એકઠી કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ ટીમે પ્રગતિ મેદાન વિસ્તારના ભૈરવ મંદિર પાસે ટ્રેપ લગાવ્યો  હતો અને પોલીસે સવારે પાંચ વાગ્યે શંકાસ્પદ કાર દેખાઇ ક્રાઈમ બ્રાંચની ટીમે કારને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારમાં સવાર બદમાશોએ સ્પીડ વધારી દીધી હતી, જેના કારણે કાર પોલીસ બેરિકેડને ટકરાઈ હતી.

दिल्ली पुलिस ने एनकाउंटर में दो बदमाशों को गिरफ्तार किया है.

આ પણ વાંચો :દેશમાં દૈનિક અડધો લાખને પાર કોરોના

પોતાને પકડાયેલા જોઇને બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ પોલીસને પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જેના કારણે રોહિત અને ટીટુને પગ પર ગોળી વાગી હતી. બદમાશોની એક ગોળી એસીપી પંકજના બુલેટ પ્રૂફ જેકેટ પર અને એક ગોળી સબ ઇન્સપેક્ટર પ્રિયંકાના બુલેટ પ્રૂફ જેકેટ પર વાગી હતી. જવાબી કાર્યવાહીમાં બદમાશોના પગમાં ગોળી વાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 4 રાઉન્ડ ફાયર કર્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી બે સેમી – ઓટોમેટિક પિસ્તોલ અને કાર કબજે કરી છે.

રોહિત પર 4 લાખ અને ટીટૂ પર 1.5 લાખનું ઇનામ છે અને બંને ક્રાઇમ બ્રાંચ કેસમાં મોકોકાના આરોપ છે.

આ પણ વાંચો :NCT બિલ રાજ્યસભામાંથી પાસ, કોંગ્રેસ અને આપ સહિત વિપક્ષોએ કર્યો વિરોધ