Not Set/ ચીન પર નજર રાખવા માટે ભારતે હેરોન માર્ક -1 ડ્રોન તૈનાત કર્યા

આસામના મિસામારી આર્મી એવિએશન બેઝ પર પડોશી દેશ ચીનની હરકતો પર નજર રાખવા માટે ભારતીય સેનાએ માનવરહિત હેરોન માર્ક -1 ડ્રોન તૈનાત કર્યું છે.

Top Stories
drown ચીન પર નજર રાખવા માટે ભારતે હેરોન માર્ક -1 ડ્રોન તૈનાત કર્યા

આસામના મિસામારી આર્મી એવિએશન બેઝ પર પડોશી દેશ ચીનની હરકતો પર નજર રાખવા માટે ભારતીય સેનાએ માનવરહિત હેરોન માર્ક -1 ડ્રોન તૈનાત કર્યું છે. દુશ્મનોની હિલચાલ પર નજર રાખવા માટે ભારતે આ ડ્રોન ઇઝરાયલ પાસેથી ખરીદ્યું છે. ડ્રોનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે લેન્ડિંગ પહેલાનો જ છે.

આ ડ્રોન લગભગ 30000 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ ડ્રોનની મદદથી ભારતીય સેના દુર દુશ્મનો પર દુરથી નજર રાખી રહી છે. તે એક સમયે ઉડાન ભર્યા બાદ 24-30 કલાક સુધી આકાશમાં નજર રાખી શકે છે અને ત્યાંથી તે કન્ટ્રોલ રૂમને દુશ્મનની હિલચાલના ફોટા અને વીડિયો આપી શકે છે.

 

 

 

આસામમાં મિસામારી આર્મી એવિએશન બેઝના મેજર કાર્તિક ગર્ગે જણાવ્યું હતું કે તેમાં દિવસ અને રાત કેમેરા છે અને ખરાબ હવામાન માટે અમારી પાસે સિન્થેટીક-એપર્ચર રડાર છે જે સંપૂર્ણ ભૂપ્રદેશ ટ્રેક આપી શકે છે. ડ્રોન લેન્ડિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે તે વિમાનની જેમ ઉડીને દુશ્મનો પર કેવી નજર રાખે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સેનાને દુશ્મનોની હિલચાલ વિશે માહિતી આપતી રહે છે.