Not Set/ પાકિસ્તાન તરફથી જાસૂસી કરતુ Made in China ડ્રોન ભારતે તોડી પાડ્યું

બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) પંજાબમાં ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક એક ડ્રોનને તોડી પાડ્યું હતું. BSFએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.

Top Stories India
Made in China Drone

બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) પંજાબમાં ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક એક ડ્રોનને તોડી પાડ્યું હતું. શનિવારે આ અંગે માહિતી આપતાં BSFએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે 11.10 વાગ્યે પાકિસ્તાન તરફથી આકાશમાં ભારતીય સરહદની તરફ એક ચમકતી વસ્તુ આવતી જોવા મળી હતી. આ ચમકતી વસ્તુ ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય સરહદમાં 300 મીટર અને ભારત-પાકિસ્તાન સરહદ પર લગાવેલી વાડથી 150 મીટરની અંદર આવી ગઈ.

આ પણ વાંચો – Political / ખેડૂત નેતા લડશે ચૂંટણી, કહ્યુ- અમીર બનવા નહી પણ લોકોની સેવા માટે બનાવીશું સરકાર

આપને જણાવી દઇએ કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) શુક્રવારે મોડી રાત્રે પંજાબનાં ફિરોઝપુર વિસ્તારમાં બોર્ડર નજીક ચીની બનાવટનું પાકિસ્તાની ડ્રોન પકડ્યું હતું. આ રીતે પાકિસ્તાનનાં ડ્રોન સાથે સંકળાયેલા વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. BSF એ દાવો કર્યો છે કે પકડાયેલ ડ્રોન ચીનમાં બનેલું છે. ડ્રોન પાકિસ્તાનથી ભારતીય વિસ્તારમાં ઘુસ્યું હતું. માહિતી મળતા જ BSF નાં વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી સમગ્ર વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. BSF તરફથી મળેલી માહિતી અનુસાર અમરકોટની બોર્ડર ચોકી પર પેટ્રોલિંગ ટીમને રાત્રે લગભગ 11.10 વાગ્યે આકાશમાં ગડગડાટનો અવાજ સંભળાયો. એક હેક્સાકોપ્ટર ડ્રોન ઓછી ઉંચાઈ પર ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 300 મીટર અને સરહદ સુરક્ષા માટે વાડથી 150 મીટર દૂર હતું. BSF ની ટીમે તાત્કાલિક તેનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો – Political / સપા નેતાઓનાં ઘરે દરોડા બાદ અખિલેશ બગડ્યા, કહ્યુ- હવે UP માં ચૂંટણી લડવા IT પણ આવ્યું

BSF દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 17 ડિસેમ્બરની રાત્રે લગભગ 11:10 વાગ્યે, બોર્ડર આઉટ પોસ્ટનાં એલર્ટ જવાનોએ અમરકોટમાં એક ડ્રોનને શોધી કાઢ્યું અને તેને તોડી પાડ્યું હતુ. આ ડ્રોન બોર્ડર સિક્યુરિટી એન્ક્લોઝરથી લગભગ 150 મીટર અને ઈન્ટરનેશનલ બોર્ડરથી લગભગ 300 મીટર દૂર હતું. ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું. ઝડપાયેલું ડ્રોન મેડ ઈન ચાઈના છે. સતર્ક BSF જવાનોએ ફરી એકવાર સરહદ પારનાં ગુનેગારોની યોજનાને નિષ્ફળ બનાવી હતી.