Not Set/ #INDvWI : કોહલી-રો-હિટ શર્માના તુફાનમાં ઉડયું વેસ્ટ ઇન્ડીઝ, ભારતે ૮ વિકેટે હાંસલ કરી શાનદાર જીત

ગુહાવટી, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની પહેલી મેચ ગુહાવટીમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૩૨૨ રન બનાવ્યા હતા અને ભારતને ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૩૨૩ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે આ લક્ષ્ય ૪૨.૧ ઓવરમાં જ […]

Top Stories Trending Sports
IMG 20181021 194346 #INDvWI : કોહલી-રો-હિટ શર્માના તુફાનમાં ઉડયું વેસ્ટ ઇન્ડીઝ, ભારતે ૮ વિકેટે હાંસલ કરી શાનદાર જીત

ગુહાવટી,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની પહેલી મેચ ગુહાવટીમાં રમાઈ રહી છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૩૨૨ રન બનાવ્યા હતા અને ભારતને ૩૨૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

૩૨૩ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે આ લક્ષ્ય ૪૨.૧ ઓવરમાં જ વટાવ્યો હતો. આ સાથે જ વિરાટ બ્રિગેડે પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર ૪ રન બનાવી આઉટ થયો હતો.

જો કે ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ૨૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલી ૧૪૦ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા ૧૫૨ રન અને અંબાતી રાયડુ ૨૨ રને અણનમ રહ્યા હતા.

આ પહેલા વેસ્ટ ઇન્ડીઝની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૩૨૨ રન બનાવી લીધા હતા.

કેરેબિયન ટીમને પહેલો ઝટકો ચંદ્રપોલ હેમરાજના સ્વરૂપમાં લાગ્યો હતો. ચંદ્રપોલ ૯ રન બનાવી ઝડપી બોલર મોહમ્મદ શામીનો પ્રથમ શિકાર બન્યો હતો. કીરોન પોવેલ ૫૭ રન, શાઈ હોપ ૩૨ રન અને માર્લોન સેમ્યુઅલ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પાછા ફર્યા છે.

જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન હેટમેયરની શાનદાર સદી સાથે સૌથી વધુ ૧૦૬ રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્પિનર યુજવેન્દ્ર ચહલે ૩ વિકેટ, ઝડપી બોલર મોહમ્મદ શામી અને જાડેજાએ ૨-૨ વિકેટ અને ખલિલ અહેમદે ૧ વિકેટ ઝડપી છે.

બીજી બાજી ભારતીય ટીમમાં સ્ફોટક બેટ્સમેન વૃષભ પંતે ડેબ્યુ કર્યું છે.

જયારે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં ઓશાને થોમસ અને ચંદ્રપોલ હેમરાજના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યું છે.