Not Set/ ઇથોપિયા દુર્ઘટના બાદ હવે ભારતમાં પણ બોઈંગ-737 વિમાનો પર રોક

10 ભારતીયો સહિત 150થી વધુ લોકોનો ભોગ લેનાર બોંઈંગ-737 વિમાનો ભારતમાં પણ ઉડ્ડયન માથી પાછા ખેચી લેવાયા. 44 દેશોએ બોઈંગ 737 પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે ભારતે પણ તમામ બોઈંગ વિમાનો ગ્રાઉન્ડેડ કરી નહીં ઉડાવવાના તાકિદના આદેશ આપ્યા છે. જ્યાં સુધી આ વિમાનોમાં જરૂરી ફેરફાર ન થાય અને યાત્રીઓની સુરક્ષાની ખાત્રી ન થાય ત્યાં સુધી […]

Top Stories World
mantavya 268 ઇથોપિયા દુર્ઘટના બાદ હવે ભારતમાં પણ બોઈંગ-737 વિમાનો પર રોક

10 ભારતીયો સહિત 150થી વધુ લોકોનો ભોગ લેનાર બોંઈંગ-737 વિમાનો ભારતમાં પણ ઉડ્ડયન માથી પાછા ખેચી લેવાયા. 44 દેશોએ બોઈંગ 737 પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે ભારતે પણ તમામ બોઈંગ વિમાનો ગ્રાઉન્ડેડ કરી નહીં ઉડાવવાના તાકિદના આદેશ આપ્યા છે.

જ્યાં સુધી આ વિમાનોમાં જરૂરી ફેરફાર ન થાય અને યાત્રીઓની સુરક્ષાની ખાત્રી ન થાય ત્યાં સુધી બાઈંગ 737નો ઉપયોગ મુસાફરી માટે નહી કરવા ભારતીય ઉડ્ડયન ખાતેએ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનિય છે કે ઇથોપિયન એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ-8 રવિવારે સવારે ટેક-ઓફ થયા બાદ 8600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યું અને ત્યારબાદ અચાનક 441 કિમી/કલાકથી ઝડપે નીચે આવીને ક્રેશ થઇ ગયું. તેમાં સવાર 6 ગુજરાતીઓ, 4 ભારતીયો સહિત 157 લોકોનાં મોત થયા.

આ વિમાન બોઇંગ 737 મેક્સ-8 હતું. ઇથોપિયામાં દુર્ઘટના બાદ વિશ્વમાં બોઇંગ 737ના 117 વિમાનોની ઉડાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ બોઈંગ વિમાનોને ઉડ્ડયનમાંથી પાછા ખેચી લેવાયા છે.