Not Set/ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0 તીવ્રતા

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સરહદ પર સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.10 વાગ્યે હિમાચલના ચંબામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર નથી. અડધા કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપથી કોઈ જાનહાનિના થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે […]

Top Stories India
AAAAAAAAAAAAAAAMAHU 5 જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0 તીવ્રતા

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સરહદ પર સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.10 વાગ્યે હિમાચલના ચંબામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 હતી. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર નથી. અડધા કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપથી કોઈ જાનહાનિના થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે આ વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. સોમવારે બપોરે 12.10 વાગ્યે હિમાચલ પ્રદેશના જમ્મુ-કાશ્મીરના   કેટલાક ભાગ અને ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે લોકોને અચાનક આ આંચકા અનુભવાયા, ત્યારે તેમનામાં અંધાધૂંધીની સ્થિતિ ઉભી થઈ હતી. લોકો તેમના ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાએ આવી ગયા.

આ પહેલા રવિવારે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ઓછા તીવ્રતાના ભુકંપના બે આંચકા અનુભવાયા હતા. કોઈ જાનહાનીના સમાચાર નથી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતાના ભુકંપનો પહેલો આંચકો સવારે 5:30  વાગ્યે અનુભવાયો હતો, જ્યારે 4.9 ની તીવ્રતાનો બીજો આંચકો સવારે 8:04 વાગ્યે અનુભવાયો હતો. બંને ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરની સરહદ ચંબામાં હતું.

આપને જણાવી દઈએ કે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઘણી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીરમાં જાન્યુઆરીમાં રિક્ટર સ્કેલ પર ત્રણ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.