Not Set/ ઝાકિર નાઇક સામે EDની લાલ આંખ, 50 કરોડની સંપત્તિ જપ્ત કરી

ઇસ્લામ ધર્મના પ્રચારક ઝાકિર નાઇક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હકીકતમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે ઝાકિર નાઇક અને અન્ય વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીએ 193.06 કરોડ રૂપિયાના ગેરકાયદેસર સંપત્તિનો પણ પર્દાફાશ કર્યો છે. ઇડીએ કરેલી કાર્યવાહીમાં નાઇકની 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઇએ કે ઇડીએ ઝાકિર નાઇક અને અન્યની વિરુદ્વ ડિસેમ્બર 2016માં મની […]

Top Stories India
Zakir Naik ઝાકિર નાઇક સામે EDની લાલ આંખ, 50 કરોડની સંપત્તિ જપ્ત કરી

ઇસ્લામ ધર્મના પ્રચારક ઝાકિર નાઇક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હકીકતમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે ઝાકિર નાઇક અને અન્ય વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીએ 193.06 કરોડ રૂપિયાના ગેરકાયદેસર સંપત્તિનો પણ પર્દાફાશ કર્યો છે. ઇડીએ કરેલી કાર્યવાહીમાં નાઇકની 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઇએ કે ઇડીએ ઝાકિર નાઇક અને અન્યની વિરુદ્વ ડિસેમ્બર 2016માં મની લોન્ડરિંગ મામલે ફરિયાદ દાખલ કરી હતી.

આ વર્ષે 22 માર્ચના રોજ ઇડીએ નાઇકની મની લોન્ડરિંગ અને નાણાંની હેરફેરમાં મદદ કરનારા નજમુદ્દીન સાથકની ધરપકડ કરી હતી. 19 જાન્યુઆરીના રોજ નાઇક વિરુદ્વ મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરતા એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે 16.40 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.