Not Set/ બે વર્ષ સુધી નાબાલિક પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો આ હવસખોર પિતા

હરિયાણા, હરિયાણાના કેથલમાં સંબંધોને બદનામ કરે તેવું સનસનાટીભર્યું કૃત્ય સામે આવ્યું છે. અહીં એક હૈવાન પિતાએ પોતાની નાબાલિક પુત્રીને બે વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. એક દિવસ અડધી રાત્રે આરોપી પોતાની દિકરીને બળજબરીથી બીજા રૂમમાં લઇ ગયો અને તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે બાળકીએ બૂમ પાડવાનું શરૂ કર્યું જ્યારે તેનો અવાજ સાંભળીને માતા […]

India
mahiul બે વર્ષ સુધી નાબાલિક પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો આ હવસખોર પિતા

હરિયાણા,

હરિયાણાના કેથલમાં સંબંધોને બદનામ કરે તેવું સનસનાટીભર્યું કૃત્ય સામે આવ્યું છે. અહીં એક હૈવાન પિતાએ પોતાની નાબાલિક પુત્રીને બે વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. એક દિવસ અડધી રાત્રે આરોપી પોતાની દિકરીને બળજબરીથી બીજા રૂમમાં લઇ ગયો અને તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે બાળકીએ બૂમ પાડવાનું શરૂ કર્યું જ્યારે તેનો અવાજ સાંભળીને માતા તેની પાસે આવી ત્યારે આરોપી ત્યાંથી ભાગી ગયો.

માહિતી અનુસાર, આ ઘટના કેથલ જિલ્લાના થાના ગુહલાના એક ગામની છે. ત્યાં પોતાના પરિવાર સાથે રહેતી એક 15 વર્ષીય છોકરી તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. ધોરણ-8 માં અભ્યાસ કર્યા પછી, તેણી ઘરે રહેવા લાગી હતી. આશરે બે વર્ષ પહેલા એક દિવસ તેની માતા બહાર ગઈ હતી. ત્યારે તેના પિતાએ તેને ઘરમાં એકલી જોઇને તેમની વાસનાનો ભોગ બનાવી હતી.

પિતાના આવા કરતૂતથી બાળકી રડવા લાગી હતી. તે બધું તેમની માતાને કહેવા ઈચ્છતી હતી પરંતુ તેના પિતાએ તેને ધમકી આપી હતી કે જો કોઈને આ વિશે જણાવશે, તો તે તેને મારી નાખશે. આ પછી, ભોગ બનનારને ભય હોવાને કારણે કોઈને પણ કશું કહ્યું ન હતું અને તેના પિતાનો આ ત્રાસ સહન કરતી રહી પરંતુ જયારેતેની સહનશક્તિ તૂટી ગઈ ત્યારે તેણીએ બૂમો પાડવાનું શરુ કર્યું હતું અને તેની માતાને આ સમગ્ર ઘટના જણાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, પીડિતાની માતાની ફરિયાદના આધારે, આરોપી પિતા પર આઈપીસી કલમ 376 અને પોક્સો ઍક્ટ સામે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ બનાવથી આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ ટીમ તેની શોધમાં જુદાં જુદાં સ્થળોએ શોધી રહી છે.

આપને જણાવી દઈએ કે, કેથલની જેમ, પંજાબના લુધિયાણામાં આવી શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક પિતાએ પોતાની નિર્દોષ દીકરીને વાસનાનો ભોગ બનાવી હતી. આરોપીએ પોતાની 8 વર્ષની પુત્રીનું શારીરિક શોષણ કરતો હતો. ભોગ બનેલી માતાની ફરિયાદ પર આરોપી પિતાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું હતું કે, આરોપી પિતાએ ગુનો કબૂલ કર્યો છે. ભોગ બનેલીની બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 377 અને પોક્સો એક્ટના વિવિધ વિભાગો હેઠળ કેસ દાખલ કર્યો હતો. 8 વર્ષીય પીડિતાએ તેના પિતાથી અલગ પડેલ બાળકી પોતાની માતાને મળીને આ ઘટના જણાવી હતી.