Not Set/ રાજકીય સમ્માન સાથે સુષ્મા સ્વરાજને આપવામાં આવી રહી છે વિદાય

દિલ્હી, ભાજપના દિગ્ગજ અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દુઃખદ અવસાન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.ત્યારે ભાજપ કાર્યાલય પર રાખવામાં આવેલા સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે. જે બાદ પોલીસ દ્વારા સલામી પણ આપવામાં આવી હતી. અને પરિવારના સભ્યોએ પણ તિરંગામાં લપેટાયેલા સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને સલામી આપી હતી. આજે દિલ્હીના લોધી રોડ […]

Top Stories
aaae 12 રાજકીય સમ્માન સાથે સુષ્મા સ્વરાજને આપવામાં આવી રહી છે વિદાય

દિલ્હી,

ભાજપના દિગ્ગજ અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દુઃખદ અવસાન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.ત્યારે ભાજપ કાર્યાલય પર રાખવામાં આવેલા સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે. જે બાદ પોલીસ દ્વારા સલામી પણ આપવામાં આવી હતી. અને પરિવારના સભ્યોએ પણ તિરંગામાં લપેટાયેલા સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને સલામી આપી હતી.

આજે દિલ્હીના લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવશે.

સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને હવે સ્મશાન માટે લઈ જવામાં આવ્યો છે.  ભાજપના મુખ્ય મથકથી સુષ્માના પાર્થિવદેહને લઇ જવામાં આવી રહ્યો છે.તો રાજનાથ સિંઘ, જેપી નડ્ડા, રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયલે કાંધ આપ્યો છે. તેનો મૃતદેહ હવે લોધી રોડ પરના સ્મશાનમાં લઈ જવામાં આવી થયો  છે.

ગૃહમંત્રી અમિત શાહના સહિત ભાજપના મોટા તેના લોધી રોડ સ્થિત શવાગૃહમાં પહોંચ્યા છે. અહીં સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલે, કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, અશોક ગહલોત  અહિયાં હાજર છે.

હાર્ટ અટેકથી થયું નિધન

ભાજપના સિનિયર નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું છે.તેઓ 67 વર્ષનાં હતાં. હાર્ટ એટેક આવતા તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી હતી. ખરાબ તબિયત થયા બાદ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઇમ્સના ડોકટર્સની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી હતી. પરંતુ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સુષ્મા સ્વરાજને ન બચાવી શકતા ડોક્ટરો પોતે રડી પડ્યા. રાત્રે  11 વાગ્યે તેમના નિધનની જાણકારી આપવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.