Not Set/ અર્થતંત્ર/ મનમોહન સિંહના ભાજપ પર પ્રહારો,મહારાષ્ટ્ર મંદીથી પરેશાન,વધી ગઈ બેરોજગારી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રની દુર્દશા માટે કેન્દ્રની મોદી સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનમોહન સિંહે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રિયલ સ્લો ડાઉન ભારતમાં આવી રહ્યું છે. ભાજપને જેના માટે મત મળ્યા તેમાં નિષ્ફળ ગઈ છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે ચીનથી આયાત વધી […]

India
aaamahi 10 અર્થતંત્ર/ મનમોહન સિંહના ભાજપ પર પ્રહારો,મહારાષ્ટ્ર મંદીથી પરેશાન,વધી ગઈ બેરોજગારી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રની દુર્દશા માટે કેન્દ્રની મોદી સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનમોહન સિંહે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રિયલ સ્લો ડાઉન ભારતમાં આવી રહ્યું છે. ભાજપને જેના માટે મત મળ્યા તેમાં નિષ્ફળ ગઈ છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે ચીનથી આયાત વધી છે, વર્તમાન અર્થવ્યવસ્થાએ લાખોના સપના રોક્યા.

તેમણે કહ્યું કે શહેરી વિસ્તારોમાં દરેક ત્રીજો વ્યક્તિ બેરોજગાર છે. છેલ્લા 4 વર્ષથી મહારાષ્ટ્રની મેન્યુફેક્ચરીંગ ગ્રોથ ઘટી રહી છે. પુણેમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત છે. રોકાણકારો બીજા રાજ્યમાં આગળ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પહેલા રોકાણમાં પ્રથમ ક્રમે હતું.

મનમોહન સિંહે કહ્યું, ‘મહારાષ્ટ્રને ગંભીર આર્થિક મંદીના કેટલાક ખરાબ પ્રભાવનો સામનો કરવો પડ્યો છે. મહારાષ્ટ્રનો ઉત્પાદન વિકાસ દર સતત 4 વર્ષથી ઘટી રહ્યો છે. છેલ્લા 5  વર્ષમાં મહારાષ્ટ્રમાં મોટાભાગના કારખાના બંધ થયા છે.

તેમણે કહ્યું, “મને ભારતના સૌથી મોટા ઓટો મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર પુણેના ઓટો હબમાં નિરાશા વિશે કહેવામાં આવ્યું.” સમાન સમસ્યાઓ નાસિક, ઔરંગાબાદ, નાગપુર અને અમરાવતીને અસર કરી રહી છે, જે એક સમયે સક્રિય ઔદ્યોગિક વિસ્તારો હતા.

તેમણે કહ્યું કે આજે મોટાભાગના ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે. આવક બમણી કરવાનું વચન હતું, આત્મહત્યાના કિસ્સા બમણા થયા છે. મનમોહન સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારની આયાત અને નિકાસ નીતિ અર્થવ્યવસ્થાને અસર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.