CWG 2022/ ભારતને વધુ એક મેડલ મળ્યો,પૂજા ગેહલોતે કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો

કુસ્તીમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે ભારતની રેસલર પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Top Stories Sports
5 9 ભારતને વધુ એક મેડલ મળ્યો,પૂજા ગેહલોતે કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો

કુસ્તીમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે ભારતની રેસલર પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 31 મેડલ જીત્યા છે. જેમાં નવ ગોલ્ડ, 11 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આજે 10,000 મીટર વોકમાં પ્રિયંકા, 3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે અને લૉન બોલમાં પુરુષોની ટીમે સિલ્વર મેડલ જીત્યા હતા. સેમિફાઇનલ હાર બાદ જાસ્મિનને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. પૂજા ગેહલોતે કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો હતો.

ભારતના મેડલ વિજેતાઓ

9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા

11 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ

11 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત