Not Set/ ટુકડે ટુકડે ગેંગના નવા નેતા શબાના આઝમી: ગિરિરાજ સિંહ

ભાજપ અને મોદી સરકારની ટીકા કરનારા અભિનેત્રી શબાના આઝમી પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે પ્રહાર કર્યા છે, તેમને શબાના આઝમીને ટુકડે-ટુકડે અને એવોર્ડ વાપસી ગેંગના નવા નેતા ગણાવી દીધા છે. શબાનાએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ સાથે એક કાર્યક્રમમાં મોદી સરકારની ટીકા કરી હતી અને દેશમાં વાતાવરણ બગડી રહ્યાંની વાત કરી હતી, કહ્યું હતુ કે સરકારની આલોચના […]

Top Stories India
wsajd 9 ટુકડે ટુકડે ગેંગના નવા નેતા શબાના આઝમી: ગિરિરાજ સિંહ

ભાજપ અને મોદી સરકારની ટીકા કરનારા અભિનેત્રી શબાના આઝમી પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે પ્રહાર કર્યા છે, તેમને શબાના આઝમીને ટુકડે-ટુકડે અને એવોર્ડ વાપસી ગેંગના નવા નેતા ગણાવી દીધા છે.

શબાનાએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ સાથે એક કાર્યક્રમમાં મોદી સરકારની ટીકા કરી હતી અને દેશમાં વાતાવરણ બગડી રહ્યાંની વાત કરી હતી, કહ્યું હતુ કે સરકારની આલોચના કરીએ તો તમને દેશદ્રોહી ગણાવી દેવામાં આવે છે, પરંતુ આપણે તેનાથી ડરવાની જરૂર નથી, સાથે મળીને તેનો સામનો કરીશું, જેની સામે ભાજપના મંત્રીએ તેમને જવાબ આપ્યો છે.

નોંધનિય છે કે અગાઉ મોદી અને ભાજપના વિરોધમાં એવોર્ડ વાપસી અભિયાન શરૂ થયું છે, ત્યાર બાદ જમ્મુ કાશ્મીર મામલે પણ કેટલાક દેશદ્રોહીઓ પર મોદીએ નિશાન સાધ્યું હતુ અને લોકસભા ચૂંટણીમાં પણ ટુકડે-ટુકડે ગેંગ વિરુદ્ધ પ્રચાર કરીને પીએમ મોદીએ તેનો મોટો લાભ લીધો હતો, અને હવે શબાના આઝમી પણ આ મામલે કૂદી પડ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.