Not Set/ H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા

વોશિંગ્ટન, અમેરિકામાં એચ-1બી વિઝાની એપ્લિકેશનનો રેશિયો ગત વર્ષ કરતાં વધ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 10,000 થી વધુ એપ્લિકેશન આવી છે અને તે સાથે જ આંકડો 2.01 લાખ પહોંચી ગયો છે. આ એપ્લિકેશન સ્વીકારવાની અંતિમ તારીખ 1 એપ્રિલ હતી. એચ-1બી વિઝા અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને કામ કરવાની મંજૂરી આપે છે. જેનો ભારતીય આઇટી સેક્ટર્સ સૌથી વધુ લાભ […]

World Trending
H 1 B Visa H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા

વોશિંગ્ટન,

અમેરિકામાં એચ-1બી વિઝાની એપ્લિકેશનનો રેશિયો ગત વર્ષ કરતાં વધ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 10,000 થી વધુ એપ્લિકેશન આવી છે અને તે સાથે જ આંકડો 2.01 લાખ પહોંચી ગયો છે. આ એપ્લિકેશન સ્વીકારવાની અંતિમ તારીખ 1 એપ્રિલ હતી. એચ-1બી વિઝા અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને કામ કરવાની મંજૂરી આપે છે. જેનો ભારતીય આઇટી સેક્ટર્સ સૌથી વધુ લાભ ઉઠાવે છે.

અમેરિકામાં 3.10 લાખ ભારતીયો એચ-1બી વિઝા ધારક

અમેરિકામાં અંદાજિત 4.20 લાખ લોકોની પાસે એચ-1બી વિઝા છે. જેમાંથી 75 ટકા એટલે કે, 3.10 લાખ ભારતીય છે. એચ-1બી વિઝા ધારક ભારતીય મહિલાઓનો આંક 63220 છે. અમેરિકામાં ભારત બાદ ચીનના સૌથી વધુ 48 હજાર એચ-1બી વિઝાધારકો છે. ત્યારબાદ ચીન અને સાઉથ કોરિયા (અંદાજિત 1 ટકા) આવે છે.

Visa H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા
File Photo

ટ્રમ્પની પોલીસીની વિઝા પર કોઇ અસર નહીં

છેલ્લાં બે વર્ષમાં આ વિઝાની એપ્લિકેશનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો, જો કે આ વર્ષે તેમાં વધારો જોવા મળ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કડક પોલીસી છતાં આ વર્ક વિઝાના ઇન્ટરેસ્ટમાં કોઇ ઘટાડો નથી થયો.

એચ-1બી વિઝા માટે 2 લાખથી વધુ એપ્લિકેશન

USCIS (યુએસ સિટિઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)એ શુક્રવારે કહ્યું કે, હાલના નાણાકીય વર્ષ માટે એચ-1બી વિઝા માટે 2 લાખથી વધુ એપ્લિકેશન મળી છે, જે 5% વધુ છે. સાથે જ અમેરિકાની યુનિવર્સિટીઝથી માસ્ટર્સ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટ્સ દ્વારા પણ પર્યાપ્ત સંખ્યામાં આવેદન મળ્યા છે. આવેદન પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે.

passport 2642170 1280 min H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા
File Photo

માત્ર 42 ટકા લોકોને જ H-1B વિઝા

કુલ અરજદારોમાંથી માત્ર 42 ટકા લોકોને જ એચ-1બી વિઝા મળશે, કારણ કે અમેરિકા એક વર્ષમાં માત્ર 85,000 લોકોને જ આ વિઝા મંજૂર કરે છે. અમેરિકાએ આ વર્ષે માસ્ટર્સ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવતા લોકો માટે 20,000થી વધુ વિઝા મંજૂર કરવાના નિયમોમાં પણ બદલાવ કર્યો છે.

સ્નાતકની પદવી ધરાવતા 65,000 વિદ્યાર્થીઓની વિઝા અરજી મંજૂર

ગત વર્ષ સુધી બેચરલ ડિગ્રી ધરાવનારાઓને 65,000 વિઝા જાહેર કર્યા હતા, જ્યારે માસ્ટર્સ અથવા તેનાથી ઉંચી ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટ્સ માટે અલગથી 20,000 વિઝા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે માસ્ટર્સ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવતા લોકો માટે વિઝાની સંખ્યામાં વધારો થશે.

519490 indian students H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા
Indian students in USA

ભારતીય કંપનીઓને પક્ષપાતનો આરોપ

એચ-1બી વિઝાનો સૌથી વધુ ફાયદો ઉઠાવતી ભારતીય આઇટી કંપનીઓએ આરોપ લગાવ્યો છે કે, અમેરિકાથી માસ્ટર્સ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવતા લોકો માટે નવા ક્વોટાને અનુલક્ષીને અમેરિકન ટેક્નિકલ કંપનીઓ તરફ પૂર્વગ્રહવાળું વલણ છે.

ભારતીય આવેદનોમાં ઘટાડો

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એચ-1બી વિઝાના આવેદનમાં અંદાજિત 5 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે USCISને 1,90,098 આવેદન મળ્યા હતા. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતીય આવેદનમાં ઘટાડો થઇ શકે છે.

34 DC H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા
File Photo

ભારતીય ડિમાન્ડ 20-30 ટકા ઘટશે

નિષ્ણાતો અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્લિકેશનમાં ચોક્કસથી વધારો થયો છે, જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડમાં આ કોઇ મોટો બદલાવ નથી. મોટાંભાગની કંપનીઓએ કહ્યું કે, H1-B વિઝા માટે અગાઉની સરખામણીએ ઓછા આવેદનો આવ્યા છે, તેથી આ વિઝા માટે ભારતીય આઇટી કંપનીઓની વચ્ચે માંગ 20-20 ટકા ઓછી લાગી રહી છે.

ગત વર્ષે 49 ટકા ભારતીય એપ્લિકેશન રિજેક્ટ

એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, ગત વર્ષે ભારતીય કંપનીઓ દ્વારા આપવામાં આવેલી 49 ટકા વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી હતી અને પાંચ ઉચ્ચ કંપનીઓને 22,429 વિઝા આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2017માં વિઝા એપ્લિકેશન રદ થવાનો આંકડો 43.957 ટકા હતો.