Not Set/ હરિયાણા/ મેં મારા હોદ્દા પરથી રાજીનામું નથી આપ્યું, ભાજપ પ્રદેશ અધ્યક્ષનો ખુલાસો

હરિયાણાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને રાજ્યમાં ગત ટર્મમાં સરકાર બનાવનાર ભાજપને ફટકો પડયો છે.હરિયાણામાં ચાલી રહેલી મતગણતરીમાં ભાજપને પડેલા ફટકા બાદ હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા પાસેથી રાજીનામુ લઈ લેવાયાના મીડિયા રિપોર્ટ સામે આવ્યા હતા. જો કે પોતાના રાજીનામાં અંગે સુભાષએ ખુલાસો કરતા કહ્યું છે કે તેમણે હજુ સુધી રાજીનામુ આપ્યું નથી.એક […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 7 હરિયાણા/ મેં મારા હોદ્દા પરથી રાજીનામું નથી આપ્યું, ભાજપ પ્રદેશ અધ્યક્ષનો ખુલાસો

હરિયાણાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને રાજ્યમાં ગત ટર્મમાં સરકાર બનાવનાર ભાજપને ફટકો પડયો છે.હરિયાણામાં ચાલી રહેલી મતગણતરીમાં ભાજપને પડેલા ફટકા બાદ હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા પાસેથી રાજીનામુ લઈ લેવાયાના મીડિયા રિપોર્ટ સામે આવ્યા હતા.

જો કે પોતાના રાજીનામાં અંગે સુભાષએ ખુલાસો કરતા કહ્યું છે કે તેમણે હજુ સુધી રાજીનામુ આપ્યું નથી.એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સુભાષ બરલાએ કહ્યું કે તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામું નથી આપ્યું. મીડિયામાં આવેલા સમાચારો એ અફવા છે.

મળતી વિગતો પ્રમાણે ખટ્ટર સરકારનો અબ કી બાર 75ને પારનો નારો તો ફેલ થઈ જ ચુક્યો છે.ભાજપને સરકાર બનાવવા માટે જરૂરી એવી 46 સીટો આવે તેવું લાગતું નથી.

હરિયાણામાં ભાજપની ખરાબ હાલત થતા અમિત શાહે લગાવેલી ફટકાર પછી હરિયાણા ભાજપ અધ્યક્ષ પદેથી સુભાષ બરાલાને રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલો વહેતા થયા હતા.

જો કે સુભાષ બરાલા પોતાના રાજીનામાને રદિયો આપ્યો છે.સુભાષ બરાલાને હરિયાણામાં જાટ સમુદાયને રીઝવવાની કામગીરી ભાજપે સોંપી હતી પણ તે પોતે જ ટોહના બેઠક પર 25000 કરતા વધારે મતથી પાછળ ચાલી રહ્યા છે.

ભાજપ માટે આ પરિણામો આંચકા સમાન છે.કારણકે કલમ 370 હટાવાયા બાદ ભાજપને હરિયાણામાં પોતાની જીત નિશ્ચિત લાગતી હતી. ખુદ પીએમ મોદીએ હરિયાણામાં પ્રચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. હવે હરિયાણામાં ભાજપને એકલા હાથે સરકાર બનાવવાના પણ ફાંફા પડે તેમ છે.લેટેસ્ટ વલણો પ્રમાણે ભાજપ 38 બેઠકો પર અને કૉંગ્રેસ 33 બેઠકો પર આગળ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.