Not Set/ હૈદરાબાદ/ જે જગ્યાએ મહિલા ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો, ત્યાંથી વધુ એક મહિલાની લાશ

ગઈ કાલે હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સળગેલી હાલતમાં મળેલી લાશનો મામલો  હજુ લોકોની ભૂલ્યા પણ નથીને આવામાં આવો જ એક મામલો સામે આવ્યો છે. શમશાબાદમાં વધુ એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં થોડા કલાકો પહેલા જ મહિલા ડોક્ટરનો બળાત્કાર કાર્ય બાદ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. અન્ય એક […]

Top Stories India
Untitled 106 હૈદરાબાદ/ જે જગ્યાએ મહિલા ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો, ત્યાંથી વધુ એક મહિલાની લાશ

ગઈ કાલે હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સળગેલી હાલતમાં મળેલી લાશનો મામલો  હજુ લોકોની ભૂલ્યા પણ નથીને આવામાં આવો જ એક મામલો સામે આવ્યો છે. શમશાબાદમાં વધુ એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં થોડા કલાકો પહેલા જ મહિલા ડોક્ટરનો બળાત્કાર કાર્ય બાદ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.

અન્ય એક સળગેલ મૃતદેહ મળતાં સાયબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે  જણાવ્યું કે મૃતદેહ શમશાબાદની સીમમાં મળી આવ્યો હતો. મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવી રહ્યો છે.

સાયબરાબાદના શમસાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય એક મહિલાની લાશ મળી આવી હતી. શમસાબાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિદુલાગટ્ટા રોડ નજીક એક મહિલાની સળગી ગયેલી લાશ મળી આવી છે. મહિલાની ઉંમર 35 ની આસપાસ કહેવામાં આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ટોલ પ્લાઝા નજીક મહિલા ડોક્ટરની લાશ

આ અગાઉ એક ટોલ પ્લાઝા નજીક 27 વર્ષીય મહિલા ડોક્ટરની લાશ મળી હતી. મહિલા ડોક્ટર બુધવારે કોલ્લુરુની વેટરનરી હોસ્પિટલમાં ગઈ હતી. લેડી ડોક્ટરે તેની સ્કૂટીને શાદનગરના ટોલ પ્લાઝા પાસે પાર્ક કરી હતી. તેણી રાત્રે જયારે તે તેના અઘરે પાર્ટ ફરી રહી હતી ત્યારે અચાનક તેની સ્કૂટી પંચર થઇ ગઈ હતી. ત્યારબાદ મહિલા ડોક્ટરે તેની બહેનને ફોન કરી સ્કૂટી ખરાબ થઇ છે તેની માહિતી આપી હતી.

લેડી ડોક્ટરે તેની બહેનને કહ્યું કે તે ડરી ગઈ છે. આના આધારે બહેને લેડી ડોક્ટરને ટોલ પ્લાઝા પર જવાની અને કેબી દ્વારા આવવાની સલાહ આપી. લેડી ડોક્ટરે એમ પણ કહ્યું કે કેટલાક લોકોએ મદદની ઓફર કરી છે અને થોડા સમય પછી ફોન કરું એ કહીને ફોન મૂકી દીધો હતો. આ પછી મહિલા ડોક્ટરનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો.

પરિવારના સભ્યોએ શાદનગર ટોલ પ્લાઝા નજીક મહિલા ડોક્ટરની શોધ કરી હતી, પરંતુ તે મળી ન હતી. તેનો સળગેલી હાલતમાં લાશ સવારે શદનગરના અંડરપાસ નજીકથી મળી આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાંથી જોરદાર પ્રતિક્રિયા આવી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત રમતગમતની દુનિયા અને ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને તેને ભયાનક ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.