Not Set/ હરિયાણા : જીંદમાં તેલ ટેન્કરે ઓટોને મારી ટક્કર, સેનાની ભરતીમાં ભાગ લઈને પરત ફરી રહેલા 10 યુવાનોના મોત

હરિયાણા, હરિયાણાના જીંદ જિલ્લામાં રામારાય ગામ નજીક મોડી રાત્રે ઓયલના ટેન્કર બેકાબૂ બનતા ઓટો સાથે ટકરાઇ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં 8 યુવકો હિસારમાં સૈન્ય ભરતીમાં જોડાયા બાદ ઓટો દ્વારા પરત ફરી રહ્યા હતા, ત્યારે હાંસી રોડ પર રામારાય ગામ પાસે એક હાઇ સ્પીડ ઓયલ ટેન્કર ઓટો સાથે ટકરાઈ […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi હરિયાણા : જીંદમાં તેલ ટેન્કરે ઓટોને મારી ટક્કર, સેનાની ભરતીમાં ભાગ લઈને પરત ફરી રહેલા 10 યુવાનોના મોત

હરિયાણા,

હરિયાણાના જીંદ જિલ્લામાં રામારાય ગામ નજીક મોડી રાત્રે ઓયલના ટેન્કર બેકાબૂ બનતા ઓટો સાથે ટકરાઇ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં 8 યુવકો હિસારમાં સૈન્ય ભરતીમાં જોડાયા બાદ ઓટો દ્વારા પરત ફરી રહ્યા હતા, ત્યારે હાંસી રોડ પર રામારાય ગામ પાસે એક હાઇ સ્પીડ ઓયલ ટેન્કર ઓટો સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં ઓટો ચાલકનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સેનાની ભરતી માટે ગયેલા યુવકોએ શારીરિક અને તબીબી પરીક્ષણો પાસ કર્યા હતા. આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી, તેઓ તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત તેમની સાથે બન્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે હંસી રોડ પર રામરાય ગામ નજીક થયો હતો. જ્યારે યુવક હિસારમાં સૈન્ય ભરતી પ્રક્રિયામાં ભાગ લઈને ઓટો દ્વારા ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે પાછળથી આવી રહેલ એક ઓયલના ટેન્કર ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે પીજીઆઈ રિફર કરાયો છે. ઘાયલની ઓળખ પ્રેમજીતનો પુત્ર સતીષ તરીકે થઈ છે, જે બડતાનાનો છે.

અકસ્માતમાં ઘાયપુલિસના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે, જ્યારે બાકીના ગામોની બાકીની ઓળખ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી ઓયલ ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.