Not Set/ કર્ણાટકમાં ક્રેશ થયું DRDO નું રૂસ્ટમ 2 UAV, ટ્રાયલ દરમિયાન સર્જાયો અકસ્માત

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) નું એક અનમૈન્ડર એરિયલ વ્હીકલ (યુએવી) મંગળવારે સવારે કર્ણાટકમાં અકસ્માતનો ભોગ બન્યું છે. યુએવી સવારે 6 વાગ્યે ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચીકેનહલ્લીમાં ક્રેશ થયું છે. આ ડીઆરડીઓનો રુસ્તમ 2 યુએવી છે. આજે તેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. ડીઆરડીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ચૈલકેરે એરોનોટિકલ ટેસ્ટ રેંજ (એટીઆર)માં […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi કર્ણાટકમાં ક્રેશ થયું DRDO નું રૂસ્ટમ 2 UAV, ટ્રાયલ દરમિયાન સર્જાયો અકસ્માત

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) નું એક અનમૈન્ડર એરિયલ વ્હીકલ (યુએવી) મંગળવારે સવારે કર્ણાટકમાં અકસ્માતનો ભોગ બન્યું છે. યુએવી સવારે 6 વાગ્યે ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચીકેનહલ્લીમાં ક્રેશ થયું છે. આ ડીઆરડીઓનો રુસ્તમ 2 યુએવી છે. આજે તેનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. ડીઆરડીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ચૈલકેરે એરોનોટિકલ ટેસ્ટ રેંજ (એટીઆર)માં આઉટ-ડોર તપાસવામાં આવે છે. અહીં ડીઆરડીયોની બાજુથી વિશેષ રીતે માનવ રહિત વિમાનો માટે કાર્યરત છે. ક્રેશની ઘટના આ જ રેંજની આસપાસ બની છે. ચિત્રદુર્ગની એસપીએ ઘટના વિશે જણાવ્યું છે, ડીઆરડીયોનું રુસ્તમ 2 ક્રિશ થયું છે. તે ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. જે ફેલ થઈ ગયું છે. ખુલ્લા એરિયામાં પડ્યું હતું. લોકો આ યુએવી વિશેની કોઈ માહિતી નહોતી તેથી તેની આસપાસ જોવા માટે લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી

શું હોય છે યુએવી

અનમૈન્ડર એરિયલ વ્હીકલ (યુએવી) એ એરક્રાફ્ટનો એક વર્ગ છે જે પાઇલટ વિના ઉડી શકે છે.

યુએવી સિસ્ટમમાં એરક્રાફ્ટ કંપોનેંટ,સેન્સર પેલોડ્સ અને ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ હોય છે.

યુએવીને ઓનબોર્ડ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ગ્રાઉન્ડ પર લાગેલા ડિવાઇસેસથી નિયંત્રિત કરી શકાય છે.

જ્યારે તે ગ્રાઉન્ડ સિસ્ટમથી નિયંત્રિત થાય છે, ત્યારે તેને આરપીવી (રિમોટલી પાયલોટ વ્હીકલ) કહેવામાં આવે છે. આ માટે વાયરલેસ સિસ્ટમની જરૂર છે.

યુએવી મોટાભાગે સર્વેલન્સ અને સંરક્ષણ સંબંધિત કાર્યોમાં વપરાય છે. હવે તેનો સૈન્ય અને વ્યાપારી કામગીરીમાં વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નાના યુએવી પણ ગ્રાઉન્ડ લેપટોપથી નિયંત્રિત કરી શકાય છે. હવામાનની માહિતી માટે પણ તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.