Not Set/ કોંકણના પટ્ટાને ઉત્તમ પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે

  અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય તથા લાંબો દરિયા કિનારો ધરાવતા કોંકણના વિસ્તારને  સૌથી સારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેથી સ્થાનિકોની રોજગારીમાં વધારો થઈ શકે. અખૂટ કુદરતી સૌંદર્ય ધરાવતા મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રને વૈશ્વિક પર્યટન ક્ષેત્રમાં ફેરવવામાં આવશે કોકણ વિસ્તારની કાયાપલટની આ મહત્વાકાંક્ષી યોજના હાથ ધરાતા લગભગ એક લાખ સ્થાનિક યુવકોને રોજગારીની તક મળશે.આ  પ્રકારનું નિવેદન કેન્દ્રીય પરિવહન […]

India
2o 4 કોંકણના પટ્ટાને ઉત્તમ પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે

 

અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય તથા લાંબો દરિયા કિનારો ધરાવતા કોંકણના વિસ્તારને  સૌથી સારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેથી સ્થાનિકોની રોજગારીમાં વધારો થઈ શકે. અખૂટ કુદરતી સૌંદર્ય ધરાવતા મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રને વૈશ્વિક પર્યટન ક્ષેત્રમાં ફેરવવામાં આવશે કોકણ વિસ્તારની કાયાપલટની આ મહત્વાકાંક્ષી યોજના હાથ ધરાતા લગભગ એક લાખ સ્થાનિક યુવકોને રોજગારીની તક મળશે.આ  પ્રકારનું નિવેદન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું હતું.

જવાહરલાલ નેહરુ પોર્ટના સ્પેશયલ ઇકોનોમિક ઝોન ખાતે ફ્રી- ટ્રેડ વેરહાઉસના ભૂમિપૂજન પ્રસંગે ગડકરીએ જણાવ્યું હતું કે કોંકણનો તટવર્તી ક્ષેત્ર તરીકે વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર કટીબદ્ધ છે. સમગ્ર વિશ્વમાં કોકણ ક્ષેત્ર પર્યટકો માટે આકર્ષણરૂપ બની રહે એ માટે સરકાર વિવિધ પગલાં લેશે. ટુરિસ્ટ માટેની સુવિધાઓ પૂરી પાડવા અને અન્ય વિકાસકાર્યો હાથ ધરાતા લગભગ એકથી સવા લાખ યુવકોને રોજગારી મળશે. ૮૦ ટકા રોજગારી કોકણના સ્થાનિકોને જ અપાશે.

કોંકણનું સ્થાનિક ભોજન, કળા કરીગરી, ખેતી, નૃત્ય વગેરેથી આકર્ષાઇને અહીં ઘણા પ્રવાસીઓ આવતા હોય છે તો કોંકણ રેલ્વે પણ યાત્રા માટે  તેપ્રસિદ્ધ છે ત્યારે કોંકણની સ્થાનિક પ્રજાને સારી રોજગારી સ્થાનિક સ્તરે જ મળી રહે તે માટે પ્રવાસનને પદ્ધતિસર વેગ આપવામાં આવશે.