Not Set/ મુકેશની જેમ લક્ષ્મી મિત્તલે નાના ભાઈને 1600 કરોડ આપ્યા

મુંબઇ, અંબાણી પરિવારના મુકેશ અંબાણીએ તેમના નાના ભાઈ અનિલને 500 કરોડ રૂપિયાની મદદ કર્યા પછી હવે દેશના એક બીજા ધનાઢય પરિવારના ભાઈએ કરેલી ભાઈની મદદનો કિસ્સો સામે આવ્યો છે. અબજપતિ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિતલે પૈસાની અછતથી પરેશાન એવા  નાના ભાઈ પ્રમોદ મિત્તલેને  આર્થિક સંકટમાંથી નીકળવા માટે મદદ કરી છે. પ્રમોદ મિત્તલે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન(એસટીસી)ના […]

Top Stories India Trending
maoo 13 મુકેશની જેમ લક્ષ્મી મિત્તલે નાના ભાઈને 1600 કરોડ આપ્યા

મુંબઇ,

અંબાણી પરિવારના મુકેશ અંબાણીએ તેમના નાના ભાઈ અનિલને 500 કરોડ રૂપિયાની મદદ કર્યા પછી હવે દેશના એક બીજા ધનાઢય પરિવારના ભાઈએ કરેલી ભાઈની મદદનો કિસ્સો સામે આવ્યો છે.

અબજપતિ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિતલે પૈસાની અછતથી પરેશાન એવા  નાના ભાઈ પ્રમોદ મિત્તલેને  આર્થિક સંકટમાંથી નીકળવા માટે મદદ કરી છે.

પ્રમોદ મિત્તલે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન(એસટીસી)ના 2,210 કરોડ રૂપિયાની લોન ભરી નથી.આ લોન નહિ ભરતા પ્રમોદને એક તબક્કે જેલ જવાનો વારો આવત.

પરંતુ વિશ્વની સૌથી મોટી સ્ટીલ નિર્માતા આર્સેલર મિતલના ચેરમેન અને સીઈઓએ નાના ભાઈ પ્રમોદને 1,600 કરોડ રૂપિયા આપ્યા અને કાયદાકીય કાર્યવાહીમાંથી બચાવ્યો.

પ્રમોદ મિત્તલે(57) ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને ગ્લોબલ સ્ટીલ ફીલીપીન્સ ઈન્કના માલિક છે. ઈસ્પાત ઉદ્યોગમાં મંદી અને 2008થી 2010ની વચ્ચે વૈશ્વિક આર્થિક સંકટના કારણે બંને કંપનીઓને ભારે નુકસાન થયું અને તેની પર એસટીસીનું દેવું વધતું ગયું.

2.પ્રમોદે મદદ કરવા માટે મોટા ભાઈને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે આ મદદને કારણે તે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી શક્યા. લક્ષ્મી મિતલ અને પ્રમોદ મિત્તલે 1994માં તેમના રસ્તાઓ અલગ કરી દીધા હતા.