Not Set/ યુનિયન મિનિસ્ટર ગડકરીના ફાર્મ હાઉસના બોયલરમાં વિસ્ફોટ, એકનું મોત

મહારાષ્ટ્રના નાગપુરમાં યુનિયન મિનિસ્ટર નિતીન ગડકરીના ફાર્મ હાઉસમાં ચાલતી સૌન્દર્ય પ્રસાધનની કંપનીના બોયલરમાં વિસ્ફોટ થવાથી એક મજદૂરનું મોત નીપજ્યું છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીના વતન એવા મહારાષ્ટ્રના નાગપુર નજીકના ધવેપાડા ગામમાં તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં તેમના પત્ની કાંચન ગડકરી પોતાની કાંચન […]

India Trending
Boiler blast in Union minister Gadkari's Farm House, One killed

મહારાષ્ટ્રના નાગપુરમાં યુનિયન મિનિસ્ટર નિતીન ગડકરીના ફાર્મ હાઉસમાં ચાલતી સૌન્દર્ય પ્રસાધનની કંપનીના બોયલરમાં વિસ્ફોટ થવાથી એક મજદૂરનું મોત નીપજ્યું છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીના વતન એવા મહારાષ્ટ્રના નાગપુર નજીકના ધવેપાડા ગામમાં તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં તેમના પત્ની કાંચન ગડકરી પોતાની કાંચન ઇન્ડિયા નામની સૌન્દર્ય પ્રસાધનની કંપની ચલાવે છે. આ કંપનીની મોટાભાગની પ્રોડક્ટનું ઉત્પાદન તેમના આ ફાર્મ હાઉસમાં જ કરવામાં આવે છે. અહિયાં સૌન્દર્ય પ્રસાધનની પ્રોડક્ટ્સને ઝડપથી ગરમ કરવા માટે બોયલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કંપનીની પ્રોડક્ટ બનાવવા કેટલાક મજદૂરો કામ કરે છે.

ગઈકાલે મંગળવારે સાંજે આં કંપનીના બોયલરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે કામ કરી રહેલા એક મજદૂર પદ્માકર શ્રીરાવ નામના ૪૫ વર્ષીય મજદૂરનું મોત નીપજ્યું હતું. જયારે આ વિસ્ફોટમાં અન્ય કેટલાક મજદૂરો પણ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટ થયો હતો તે સમયે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના પત્ની અને કંપનીના માલિક એવા કાંચન ગડકરી પણ કંપનીમાં ઉપસ્થિત હતા.