Not Set/ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામથી 10 કરોડ લોકોને રોજગારી મળશે

દિલ્હી, મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ મારફતે મેન્યુફેકચરિંગ પર વધારે ભાર મુકવામાં આવ્યા બાદ દેશમાં આગામી થોડાક વર્ષોમાં જ મોટી સંખ્યામાં નોકરીની નવી તક ઉભી થશે. સરકારને વર્ષ 2022 સુધી 10 કરોડ નવી નોકરીની તક ઉભી થવાનો અંદાજ છે. જોબ પ્લેસમેન્ટ ફર્મોના અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ, એન્જિનિયરિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય સેક્ટરમાં રોકાણ વધવાથી આગામી એક વર્ષમાં […]

India Business
q 6 મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામથી 10 કરોડ લોકોને રોજગારી મળશે

દિલ્હી,

મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ મારફતે મેન્યુફેકચરિંગ પર વધારે ભાર મુકવામાં આવ્યા બાદ દેશમાં આગામી થોડાક વર્ષોમાં જ મોટી સંખ્યામાં નોકરીની નવી તક ઉભી થશે. સરકારને વર્ષ 2022 સુધી 10 કરોડ નવી નોકરીની તક ઉભી થવાનો અંદાજ છે. જોબ પ્લેસમેન્ટ ફર્મોના અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ, એન્જિનિયરિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય સેક્ટરમાં રોકાણ વધવાથી આગામી એક વર્ષમાં 7.2 લાખ અસ્થાયી નોકરીની તક સર્જાશે.

આ કંપનીઓનું કહેવુ છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ મારફતે આ સેક્ટરોની સાથે સાથે ઇ-કોમર્સ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા સેક્ટરોમાં પણ મોટા પાયે રોજગારીની તક સર્જાઇ શકે છે. ટીમલીઝ સર્વિવેઝના સહ સ્થાપકે કહ્યુ છે કે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર ખુબ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.  આની સાથે સાથે દેશમાં પરંપરાગત વેપારમાં ફરી ધ્યાન આપવાથી એક વર્ષમાં એક કરોડ નોકરીની તક સર્જાઇ શકે છે.

દાખલા તરીકે ઇન્ડિયન લેધર, ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા થોડાક સમય પહેલા 100 દિવસોમાં 51216 યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેની યોજના વાર્ષિક 144000 યુવાનોને તાલીમ  આપવા માટેની રહેલી છે. ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટકચરને પ્રોત્સાહન આપવા માટે ફુટવેયર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટની ચાર નવી શાખા ખોલવામાં આવી રહી છે. જેમાં હૈદરાબાદ, પટણા, બનુર અને ગુજરાતના અંકલેશ્વરનો સમાવેશ થાય છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં સ્કીલની છેલ્લા ઘણા વર્ષોથી અછત સાફ દેખાય છે.

અસરકારક  ટ્રેનિંગ મેળવનાર લોકોને સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝમાં નોજરી મળી જાય છે. મેક ઇન્ડિયાની જોબ માર્કેટ પર સારી   અસર થઇ રહી છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારતને મેન્યુફેકચરિંગના ઓએક મોટા હબ બનાવવાની યોજના છે.